
West Bengal politics: પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે મોટો આંચકો માનવામાં આવી રહેલી ઘટના સામે આવી છે. TMCના ત્રણ પૂર્વ રાજ્યસભા સાંસદોએ ભારતીય જનતા પાર્ટી (BJP)નો હાથ પકડી લીધો છે. આ નેતાઓના ભાજપમાં જોડાવાથી મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે.
ભાજપમાં સામેલ થયેલા ત્રણ મોટા નામોમાં સુખેન્દુ શેખર રાય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બડાઈકનો સમાવેશ થાય છે. આ ત્રણેય નેતાઓ અગાઉ તૃણમૂલ કોંગ્રેસ સાથે લાંબા સમયથી જોડાયેલા હતા અને રાજ્યસભામાં પક્ષનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતા શમિક ભટ્ટાચાર્યએ ત્રણેય નેતાઓના ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ નેતાઓના આગમનથી પશ્ચિમ બંગાળમાં ભાજપ વધુ મજબૂત બનશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સુખેન્દુ શેખર રાય TMCના વરિષ્ઠ નેતાઓમાંના એક ગણાતા હતા. તેઓ લાંબા સમય સુધી પાર્ટીના મહત્વપૂર્ણ ચહેરા રહ્યા હતા. બીજી તરફ, સુષ્મિતા દેવ પણ રાષ્ટ્રીય સ્તરે જાણીતા રાજકીય ચહેરા છે અને અગાઉ કોંગ્રેસ બાદ TMC સાથે જોડાયા હતા. પ્રકાશ ચિક બડાઈક પણ ઉત્તર બંગાળના રાજકારણમાં સક્રિય રહ્યા છે.
આ ઘટનાને પશ્ચિમ બંગાળના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ રાજ્યમાં પોતાનો પ્રભાવ વધારવાના પ્રયાસોમાં લાગી છે, ત્યારે TMCના વરિષ્ઠ નેતાઓનું ભાજપમાં જોડાવું મમતા બેનર્જી માટે પડકારરૂપ બની શકે છે.
ભાજપે આ જોડાણને પાર્ટીની વધતી લોકપ્રિયતા તરીકે રજૂ કર્યું છે, જ્યારે TMC માટે આ ઘટનાથી સંગઠન અને નેતૃત્વ અંગે નવા પ્રશ્નો ઊભા થયા છે. હવે જોવાનું રહેશે કે આ રાજકીય પરિવર્તનની અસર પશ્ચિમ બંગાળના આગામી રાજકીય સંઘર્ષ પર કેટલી પડે છે.
આ પણ વાંચો: વડોદરાથી સગીરાનું અપહરણ, પશ્ચિમ બંગાળ-યુપી-રાજસ્થાન સુધી લઈ ગયો આરોપી












