ગુજરાત

આ યુનિવર્સિટિમાં 2500થી વધારે ડિગ્રી લેવા જ કોઈ નથી આવ્યું

વડોદરાની MS યુનિવર્સિટીમાં 2500 જેટલા વિદ્યાર્થીઓ છે જ તેમનો અભ્યાસ પૂર્ણ થયા બાદ ડિગ્રી લેવા આવ્યા જ નથી. આ યુનિવર્સિટીમાં દેશ-વિદેશમાં અનેક જગ્યાએથી લોકો ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે એડમીશન લે છે. ત્યારે તેઓ તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પરત વિદેશ જતા રહેતા હોય છે. જે બાદ તેઓ પરત ડિગ્રી લેવા માટે આવતા નથી.

વડોદરાની MS યુનિવર્સિટીમાં કોન્વોકેશન થયા પછી પણ વિધાર્થીઓ ડિગ્રી લેવા ન આવતા ડીગ્રીઓ પડી રહી છે..દેશ-વિદેશના વિધાર્થીઓ ડિગ્રી લેવા ન આવતા યુનિવર્સિટી પણ ચિંતામાં મુકાઈ છે.માત્ર આર્ટસ ફેકલ્ટીમાં જ 50 ટકા ડિગ્રી સર્ટિ પડી રહ્યા હોવાનું સામે આવ્યું છે.વિધાર્થીઓના ઘરે ડિગ્રી પહોંચે તેવી કોઈ વ્યવસ્થા જ ગોઠવાઈ નથી.

જો કે, આનંદીબેન પટેલે વિધાર્થીઓને ડિગ્રી ઘરે મળે તેવી વ્યવસ્થાની વાત કરી હતી જો કે એમ.એસ યુનિવર્સિટી પાસે આવી કોઈ વ્યવસ્થા નથી.તેથી વિધાર્થીઓને ડિગ્રી ઘરે મળી જાય તેવી વ્યવસ્થા કરવાની વિધાર્થીઓએ માંગ કરી છે.

Back to top button