ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

Ladakhમાં વહેલી સવારે 5.5 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, અફરાતફરીનો માહોલ

LADAKH EARTHQUAKE: લદ્દાખના રાજધાની લેહમાં ગુરુવારે સવારે 5.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર આ ભૂકંપ આજે (13 ઓગસ્ટ 2026) સવારે 6:05 વાગ્યે આવ્યો હતો. તેની ઊંડાઈ 10 કિલોમીટર હતી.

NCSએ તેના X (ટ્વિટર) અકાઉન્ટ પર જણાવ્યું કે, “EQ of M: 5.5, On: 13/08/2026 06:05:15 IST, Lat: 36.881 N, Long: 74.402 E, Depth: 10 Km, Location: Leh, Ladakh.”

ભૂકંપના તીવ્ર આંચકા લોકોએ અનુભવ્યા હતા અને ઘણા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, હજુ સુધી કોઈ જાનહાની કે મકાનોને નુકસાન થયાની જાણ થઈ નથી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

લદ્દાખ હિમાલયની સિસ્મિકલી સક્રિય પટ્ટીમાં આવેલું છે, જ્યાં ટેક્ટોનિક પ્લેટ્સની હિલચાલને કારણે ભૂકંપો આવવાની સંભાવના રહે છે. આ ભૂકંપ ઊંડાઈમાં ઓછો હોવાથી આંચકા વધુ અનુભવાયા હતા, પરંતુ હાલમાં કોઈ મોટું નુકસાન નોંધાયું નથી.

સત્તાવાર સૂત્રો અને સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. વધુ અપડેટ્સની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો : “રામ મંદિર મોકલશો તો ચોરી થઈ જશે”: બોરીમાં ચંદાની રકમ લઈને સંસદ પહોંચ્યા સપા સાંસદ

Back to top button