ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

સપાટ ખૂલ્યા બાદ શેરબજાર ગગડ્યું: સેન્સેક્સ ૨૫૦થી વધુ નીચે સરક્યો

નવી દિલ્હી, 20 મે, 2025: આજે મંગળવારે 20 મે ના રોજ શેરબજરની શરૂઆત સારી રહી હતી. પરંતુ સપાટ ખુલ્યા બાદ શેરબજાર ગગડ્યું મંગળવારે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટ ઘટ્યો અને 81,860 ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી લગભગ 45 પોઈન્ટ ઘટીને 24,900 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી સ્મોલકેપમાં 0.04%નો ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિડકેપ ઇન્ડેક્સમાં 0.38%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

મંગળવારે, અઠવાડિયાના બીજા કારોબારી દિવસે, શેરબજારની શરૂઆત ગ્રીન ઝોનમાં વધારા સાથે થઈ અને સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોએ સકારાત્મક શરૂઆત કરી. પરંતુ ખુલ્યા પછી, ફરી એકવાર બંને સૂચકાંકો પાછલા ટ્રેડિંગ દિવસની જેમ મૂંઝવણભર્યા દેખાયા.૧૫ મિનિટના ટ્રેડિંગ પછી, બંને રેડ ઝોનમાં આવી ગયા. શરૂઆતના કારોબાર દરમિયાન, ટાટા સ્ટીલ અને ઇન્ફોસિસ જેવા શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી હતી.

સેન્સેક્સમાં ટોચના ઉછાળામાં ટાટા સ્ટીલ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, આઇટીસી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને એશિયન પેઇન્ટ્સનો સમાવેશ થાય છે.bબીજી બાજુ, પાવર ગ્રીડ, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાઇટન અને નેસ્લે મુખ્ય ઘટાડામાં હતા. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.06 ટકા ઘટીને USD 65.50 પ્રતિ બેરલ થયું.

આ પણ વાંચોઃ એરટેલ અને વોડાફોનને સુપ્રીમ કોર્ટનો ઝટકો, AGR મામલે અરજી ફગાવી

Back to top button