શેરબજાર લાલ રંગમાં, સેન્સેક્સ 150 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24300 ની નીચે

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2025: શેરબજાર આજે ઘટાડા સાથે શરૂ થયું. આજે કારોબારની શરૂઆતમાં BSE અને NSE બંને મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા હતા. આજે ટ્રેડિંગ શરૂ થતાં જ શરૂઆતના કારોબારમાં 30 શેરો વાળા BSE સેન્સેક્સ 242.01 પોઈન્ટ ઘટીને 79,874.48 પર ટ્રેન્ડ થઈ રહ્યો છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 72.3 પોઈન્ટ ઘટીને 24,256.65 પર ટ્રેન્ડ થઈ રહી છે.
છેલ્લા સાત ટ્રેડિંગ સત્રોમાં, સેન્સેક્સ 6,269.34 પોઈન્ટ અથવા 8.48 ટકા વધ્યો છે અને નિફ્ટી 1,929.8 પોઈન્ટ અથવા 8.61 ટકા વધ્યો છે. આજે ગુરુવારે ભારતીય શેરબજારમાં સુસ્તી જોવા મળી રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પોઝિટિવ વલણ છે પણ આજે ગુરુવારે શેર માર્કેટમાં સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે તો નિફ્ટીમાં ઘટાડો થઈને તે 24300 ની સપાટીએ આવી ગયું છે.
આજે ફાર્મા શેરોમાં સારી ખરીદી જોવા મળી. ફાર્મા ઇન્ડેક્સ લગભગ 1 ટકા વધ્યો છે. Divi’s 4% થી વધુના ઉછાળા સાથે ફ્યુચર્સનો ટોપ ગેઇનર બન્યો. આ સાથે, Lupin, Cipla અને Glenmark માં પણ તેજી જોવા મળી રહી છે. બીજી તરફ, રિયલ્ટી અને NBFC માં આજે પ્રોફિટ બુકિંગ પ્રભુત્વ ધરાવે છે. અમેરિકન બજારમાં સકારાત્મક સંકેતોને કારણે ઉછાળો જોવા મળ્યો છે. જાપાનના નિક્કી 225 માં 0.96% નો વધારો જોવા મળ્યો અને તે 35204 પર પહોંચ્યો. જોકે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.55% ઘટીને 2511.83 પર બંધ રહ્યો.
આ પણ વાંચો..વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલરમાંથી 600 કર્મચારીઓની કરાશે છટણી












