ઓપરેશન POKટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

યુદ્ધની સ્થિતિ વચ્ચે શેરબજારમાં કડાકો: સેન્સેક્સમાં 1366 પોઈન્ટ ગગડ્યો

નવી દિલ્હી, 9 મે 2025: ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો નોંધાયો છે. કારોબારી સપ્તાહના છેલ્લા દિવસ આજે 9 મે, શુક્રવારના રોજ શેરબજારના મુખ્ય સૂચકાંક ઘટાડા સાથે ખુલ્યા છે. આજે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 1,366 અને 338 પોઈન્ટ ડાઉન રેડ ઝોનમાં ખુલ્યા છે. Sensex plunges 1366 points  આ ઉપરાંત શેરબજારના અન્ય સૂચકાંકો પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર આજે શેરબજાર પર દેખાઈ રહી છે. સેન્સેક્સ ૮૦૬ પોઈન્ટ ઘટીને ૭૯૫૨૮ પર ટ્રેડ કરી રહ્યો છે. એક સમયે સેન્સેક્સ ૭૮૯૬૮ પર હતો. નિફ્ટીમાં ૨૬૧ પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે ૨૪૦૧૧ પર છે. નિફ્ટી પીએસયુ બેંક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં છે. રિયલ્ટી શેરોને સૌથી વધુ ફટકો પડી રહ્યો છે. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 3.83 ટકા ઘટ્યો છે.

આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં ટાઇટન કંપની, લાર્સન, ટાટા મોટર્સ, એસબીઆઈ અને એશિયન પેઇન્ટ્સના સ્ટોક ટોપ ગેઈનરમાં સામેલ હતા. જ્યારે પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક અને અદાણી પોર્ટ્સના સ્ટોક ટોપ લૂઝરમાં સામેલ હતા. આ સાથે, ડોલર સામે રૂપિયો પણ 10 પૈસા નબળો પડ્યો અને 85.81 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો.

આ પણ વાંચો….પાકિસ્તાનના સૌથી ધનાઢ્ય મુસ્લિમો, જાણો કેટલી છે સંપત્તિ, અને રહે છે ક્યાં

Back to top button