ટ્રેન્ડિંગબિઝનેસ
શેરબજારમાં મોટા તૂટવાનો ડર: હવે ચીનની થઈ એન્ટ્રી, બજારમાં મચશે કોહરામ!

Stock Market Crash Risk: ભારતીય શેરબજારમાં સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. દરરોજ માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વિતેલા અઠવાડિયે પણ સ્ટોક માર્કેટ ઘટીને બંધ થયું હતું અને આજે પણ તેના પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આ ઘટાડા પાછળનું એક મોટું કારણ કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ના ભાવમાં આવેલો ઉછાળો માનવામાં આવી રહ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
આ દરમિયાન યુબીએસ ઇન્વેસ્ટમેન્ટ બેંક (UBS Investment Bank)ના ચીફ ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ ભાનુ બાવેજાએ એક મોટા ખતરા અંગે ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે ચીનમાં માંગમાં ભારે ઉછાળો અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી તેલના સપ્લાયમાં અડચણના કારણે તેલની કિંમતોમાં ભારે ઉછાળો આવી શકે છે. જો આવું થશે તો શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળશે. ખાસ કરીને ભારતીય બજાર પર તેની અસર વધુ પડી શકે છે, કારણ કે ભારત ઊર્જા માટે બીજા દેશો પર નિર્ભર છે.
બાવેજાએ તર્ક આપતા કહ્યું કે, શરૂઆતમાં જ્યારે હોર્મુઝ માર્ગ બંધ થયો હતો ત્યારે એવું માનવામાં આવતું હતું કે તેલની કિંમતો પ્રતિ બેરલ 200 ડોલર સુધી પહોંચી જશે, પરંતુ આવું ન થયું અને તે 120 ડોલર પર પણ વધુ સમય ટકી શક્યા નહીં. આનું એક મુખ્ય કારણ ચીન હતું.
ફરી માર્કેટમાં આવ્યું ચીન
આ વર્ષની શરૂઆતમાં ચીન તેલ ખરીદી રહ્યું ન હતું, જેનો અર્થ એ થયો કે સપ્લાયમાં અડચણ હોવા છતાં ઈન્વેન્ટરી ઘટી ન હતી. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે, કારણ કે ચીન ફરીથી બજારમાં પાછું ફર્યું છે. તેલના ભાવ ઘટવાની રાહ જોઈને ખરીદી મુલતવી રાખતી એરલાઈન્સ અને અન્ય કંપનીઓ પણ હવે ખરીદદાર તરીકે પાછી ફરી શકે છે. બીજી તરફ સપ્લાય હજુ પણ મર્યાદિત છે, જેનો અર્થ છે કે તેલના ભાવ વધવાનું નક્કી દેખાઈ રહ્યું છે.
14 મિલિયન બેરલ તેલ ખતરામાં
અહેવાલ મુજબ, બાવેજાએ જણાવ્યું હતું કે હોર્મુઝ માર્ગ પરથી દરરોજ લગભગ 20 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ અને અન્ય પ્રોડક્ટ્સ પસાર થતી હતી. પરંતુ માર્ગ બંધ થયા પછી માત્ર ગુપ્ત રીતે જ જહાજો જઈ રહ્યા છે અને હવે માત્ર ત્રીજા ભાગનું એટલે કે આશરે 6 મિલિયન બેરલ તેલ જ પસાર થઈ રહ્યું છે. આ રીતે જોઈએ તો 14 મિલિયન બેરલ તેલ હજુ પણ આ રસ્તેથી આવી શકતું નથી. આ કારણે માર્કેટ પર ઘણું દબાણ આવી શકે છે. તેમણે ઉમેર્યું કે આ અડચણ એક એવો રિસ્ક છે જેના વિશે ભારતીય અને ગ્લોબલ બંને બજારોના રોકાણકારોએ વિશેષ રીતે સચેત રહેવાની જરૂર છે.
બીજો ફેરફાર એ છે કે બજારને હવે એ વાતનો અહેસાસ થવા લાગ્યો છે કે અમેરિકી વહીવટીતંત્ર એકલું આ અડચણ દૂર કરી શકશે નહીં. જોકે બજારો પર દબાણ વધતાં વ્હાઇટ હાઉસ માટે ટેરિફ અથવા અન્ય નીતિઓને પાછી ખેંચવી સરળ બની શકે છે.
મોંઘવારીનું સંકટ
તેલના ભાવમાં ઉછાળો આવવાથી માત્ર ઇંધણના ભાવ જ નહીં વધે, પરંતુ નેફ્થા અને ખાતરનો ઉત્પાદન ખર્ચ પણ ઝડપથી વધી શકે છે. ખાતરની વધતી કિંમતો થોડા સમય પછી ફુડ ઈન્ફ્લેશન (ખાદ્ય મોંઘવારી) માં પરિણમી શકે છે. નિષ્ણાતે જણાવ્યું હતું કે ભારત જેવી ઈકોનોમી માટે તેલ મોંઘું થવું યોગ્ય નથી. જો આવી જ સ્થિતિ રહેશે તો ટૂંક સમયમાં કિંમતો વધુ ઊંચી જઈ શકે છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધારે હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ, humdekhenge.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.











