T-20 વર્લ્ડ કપટોપ ન્યૂઝસ્પોર્ટ્સ

Ind vs Pak મેચ પર સંકટના વાદળો! ફેન્સમાં ફરી વધી ચિંતા

T20 World cup 2026: ક્રિકેટ પ્રેમીઓ માટે બે દિવસ બાદ એટલે કે રવિવાર સુપર સન્ડે બનશે. ભારત અને પાકિસ્તાનની ટીમ શ્રીલંકાના કોંલોબોમાં સામસામે ટકરાશે. આ હાઈવોલ્ટેજ મેચને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ થતી હતી કે મેચ થશે કે નહીં, પરંતુ આખરે પાકિસ્તાન ઝુંકી જતા મેચ રમવાનો નિર્ણય આવ્યો છે. જો કે ભારત-પાકિસ્તાન મેચને લઈને સંકટના વાદળો ઘેરાઈ શકે છે.

ભારત-પાકિસ્તાન મેચ ખૂબ નાટક પછી રમાશે

T20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન મેચ ખૂબ નાટક પછી યોજાવાની છે. વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બાકાત રાખવામાં આવ્યા બાદ પાકિસ્તાને વિરોધમાં ભારત સામે રમવાનો ઇનકાર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સાથેની બેઠક બાદ, તે ટુર્નામેન્ટમાં ભારત સામે રમવા માટે સંમત થયું હતું.

પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ શાનદાર

ટી20માં પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ શાનદાર છે. પાકિસ્તાને ફક્ત ત્રણ મેચ જીતી છે, જ્યારે ભારતે 13 મેચ જીતી છે. ભારતે છેલ્લી પાંચ મેચ જીતી છે. બંને ટીમો 2025માં ત્રણ વખત મળી હતી, જેમાં ભારતે ત્રણેય મેચ જીતી હતી. સપ્ટેમ્બરમાં એશિયા કપ 2025 પછી આ પહેલી વાર હશે જ્યારે બંને ટીમો સામસામે ટકરાશે. ટી20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાને બે-બે મેચ રમી છે. ભારત અને પાકિસ્તાને બંને મેચ જીતી છે. ભારતે યુનાઇટેડ સ્ટેટ્સ અને નામિબિયા સામે જીત મેળવી હતી, જ્યારે પાકિસ્તાને નેધરલેન્ડ્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ સામે જીત મેળવી હતી.

મેચમાં વરસાદનું જોખમ

T20 World cup 2026 માં રવિવાર (15 ફેબ્રુઆરી 2026)ના રોજ ભારત-પાકિસ્તાન મેચની મજા વરસાદ બગાડી શકે છે. હવામાન વિભાગે કોલંબો માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. 14 ફેબ્રુઆરીએ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બનવાની ધારણા છે અને 15-16 ફેબ્રુઆરી સુધીમાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. 16 થી 19 ફેબ્રુઆરી દરમિયાન શ્રીલંકામાં ભારે વરસાદની આગાહી છે, જેના કારણે પૂર આવી શકે છે. વરસાદ ભારત-પાકિસ્તાન મેચને પણ અસર કરી શકે છે. ભારત-પાકિસ્તાન મેચના દિવસે કોલંબોમાં વરસાદ થવાની સંભાવના છે. તોફાન મેચમાં ખલેલ પહોંચાડી શકે છે. શ્રીલંકાના દક્ષિણ કિનારે સ્થિત યાયાલા, માટારા, હંબનટોટા, ટાંગાલ્લા અને ગાલેમાં વરસાદની શક્યતા વધુ છે. પશ્ચિમ કિનારે સહેજ ઊંચાઈએ આવેલા કોલંબોમાં પણ વરસાદની અપેક્ષા છે.

આ પણ વાંચો : ઝિમ્બાબ્વેએ 19 વર્ષ પછી ફરી મોટો અપસેટ સર્જ્યો

Back to top button