સ્મૃતિ મંધાનાનો ટાઇમ મેગેઝિનની 100 સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સમાવેશ

Smriti Mandhana Named in TIME’s 100 Most Influential People: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપકપ્તાન અને સ્ટાર બેટર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી છે. વિશ્વપ્રસિદ્ધ ટાઈમ મેગેઝિન (TIME Magazine)એ વર્ષ 2026 માટે જાહેર કરેલી 100 સૌથી પ્રભાવશાળી સ્પોર્ટ્સ પર્સનાલિટી (100 Most Influential Sports Personalities) યાદીમાં તેમને સ્થાન આપ્યું છે.

હવે કફ સિરપ માટે પણ ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
સ્મૃતિ મંધાનાને “Titans” કેટેગરીમાં સ્થાન મળ્યું
આ યાદીમાં સ્થાન મેળવનાર તે એકમાત્ર ભારતીય ખેલાડી બની છે, જે ભારતીય ક્રિકેટ માટે મોટી સિદ્ધિ ગણાઈ રહી છે. સ્મૃતિ મંધાનાને આ યાદીમાં “Titans” કેટેગરીમાં સ્થાન મળ્યું છે અને વેબસાઇટ પર તેને 41મું સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં લેબ્રોન જેમ્સ, લિયોનેલ મેસી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કાર્લોસ અલ્કારાઝ અને રોરી મેકલ્રોય જેવા વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતી આ યાદીમાં ખેલ જગતના એવા એથલિટ્સ, કોચ, ઇન્વેસ્ટર્સ અને એડવોકેટ્સને સ્થાન આપવામાં આવે છે, જે પોતાના પ્રદર્શન અને પ્રભાવથી રમતગમતની દુનિયાને નવી દિશા આપી રહ્યા છે.

ભારતીય મહિલા ક્રિકેટની સૌથી સફળ ખેલાડીઓમાંની એક
ટાઈમે પોતાની પ્રોફાઇલમાં મંધાનાની ઉપલબ્ધિઓનો વિશેષ ઉલ્લેખ કર્યો છે. મુંબઈમાં જન્મેલી આ ડાબોડી ઓપનિંગ બેટર ભારતીય મહિલા ક્રિકેટની સૌથી સફળ ખેલાડીઓમાંની એક છે. તેઓ ઘરેલુ એક દિવસીય ક્રિકેટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે. સાથે જ તેઓ ટેસ્ટ, ODI અને T20 એમ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર પણ છે. આ ઉપરાંત તેમના નામે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંયુક્ત રીતે સૌથી વધુ 17 સદીનો રેકોર્ડ નોંધાયેલો છે. તેઓ એક કેલેન્ડર વર્ષમાં 1000થી વધુ વનડે રન બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર પણ રહી ચૂક્યા છે.

હાલના વર્ષોમાં મંધાનાનું પ્રદર્શન સતત શાનદાર રહ્યું
હાલના વર્ષોમાં મંધાનાનું પ્રદર્શન સતત શાનદાર રહ્યું છે. તેમના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ મહિલા પ્રીમિયર લીગ (WPL) 2024 અને 2026 ખિતાબ જીત્યા છે. સ્મૃતિ 2025માં BBC ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. આ રીતે સ્મૃતિ મંધાનાની આ નવી સિદ્ધિ માત્ર તેમના વ્યક્તિગત કારકિર્દી માટે નહીં પરંતુ સમગ્ર ભારતીય મહિલા ક્રિકેટ માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની છે.
TIMEની ટોપ 10 સૌથી પ્રભાવશાળી સ્પોર્ટ્સ પર્સનાલિટી (2026)
| નામ | રમતગમત |
|---|---|
| લેબ્રોન જેમ્સ | બાસ્કેટબોલ |
| હિલેરી નાઈટ | આઈસ હોકી |
| લિયોનેલ મેસ્સી | ફૂટબોલ |
| આયલીન ગુ | ફ્રી સ્ટાઇલ સ્કીઇંગ |
| રોજર ગુડેલ | અમેરિકન ફૂટબોલ (એડમિનિસ્ટ્રેટર) |
| ઇલ્યા માલિનીન | ફિગર સ્કેટિંગ |
| યાનિક સિનર | ટેનિસ |
| અજા વિલ્સન | બાસ્કેટબોલ |
| લેન્ડો નોરિસ | ફોર્મ્યુલા 1 |
| શોહેઈ ઓહતાની | બેઝબોલ |












