આ 5 ‘મહાન’ ખેલાડીઓ જેમણે ટીમ ઈન્ડિયાનું કપાવ્યું નાક! આફ્રિકામાં સામે 408 રને શરમજનક હાર

– ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ થઈ
– દક્ષિણ આફ્રિકાએ બે મેચની શ્રેણી 2-0થી જીતી
– ટીમ ઈન્ડિયાની રનથી સૌથી મોટી હાર છે
ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ બે મેચની શ્રેણીની બીજી મેચ 408 રનથી જીતી લીધી. આ ટીમ ઈન્ડિયાની રનથી સૌથી મોટી હાર છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ બે મેચની શ્રેણી 2-0થી જીતી લીધી. અમે તમને ગુવાહાટી ટેસ્ટમાં ભારતની હાર માટે જવાબદાર 5 મહાન ખેલાડીઓ વિશે જણાવીએ છીએ.
સાઈ સુદર્શન
ટેસ્ટ ક્રિકેટમાં નંબર-3 બેટિંગ પોઝિશન મહત્વપૂર્ણ છે. રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પૂજારા જેવા દિગ્ગજ આ પોઝિશન પર રમતા હતા. સાઈ સુદર્શન ત્રીજા નંબર પર ભારતને સતત નિરાશ કરે છે. તેણે પહેલી ઇનિંગમાં 15 રન અને બીજી ઇનિંગમાં 14 રન બનાવ્યા.
ઋષભ પંત
ભારતીય ટીમની હારમાં કેપ્ટન ઋષભ પંત સૌથી મોટા ખલનાયકોમાંનો એક હતો. તેણે પહેલી ઇનિંગમાં આવતાંની સાથે જ પોતાની વિકેટ ગુમાવી દીધી. બોલરોને પિચથી વધારે મદદ મળી ન હતી પરંતુ પંતે ક્રીઝમાંથી બહાર આવતાં પણ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો અને આઉટ થયો.
ધ્રુવ જુરેલ
ધ્રુવ જુરેલે દક્ષિણ આફ્રિકા એ સામે શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં તેને શુભમન ગિલની જગ્યાએ રમવાની તક આપવામાં આવી હતી પરંતુ તેણે ટીમ માટે કોઈ જ મહત્વનું યોગદાન આપ્યું નહતું. તે પ્રથમ ઇનિંગમાં સ્કોર કરવામાં નિષ્ફળ ગયો અને બીજા ઇનિંગમાં ફક્ત બે રન બનાવીને આઉટ થયો.
કેએલ રાહુલ
કેએલ રાહુલ આ ભારતીય ટીમનો સૌથી અનુભવી બેટ્સમેન છે. દબાણમાં તેની પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી. રાહુલે સંપૂર્ણપણે નિરાશ કર્યા, પ્રથમ ઇનિંગમાં 22 રન અને બીજા ઇનિંગમાં ફક્ત છ રન બનાવ્યા.
નીતિશ કુમાર રેડ્ડી
નીતીશ કુમાર રેડ્ડી આ મેચ ઓલરાઉન્ડર તરીકે રમી રહ્યા હતા. તેણે પ્રથમ ઇનિંગમાં 10 રન બનાવ્યા અને બીજા ઇનિંગમાં કોઈ રન બનાવ્યા નહીં. તેમણે 10 ઓવર ફેંકી જેમાં એકપણ વિકેટ ઝડપી શક્યો નહીં.












