
Rishabh Pant : ગાલે ટેસ્ટના ચોથા દિવસે ઋષભ પંતે પોતાની વિસ્ફોટક બેટિંગથી શ્રીલંકાના બોલરોને પરસેવો પાડી દીધો. ભારતીય ટીમ ઝડપથી સ્કોર કરવા અને શ્રીલંકા માટે મોટો લક્ષ્ય નક્કી કરવાના ઇરાદા સાથે મેચમાં પ્રવેશી હતી, અને પંતે ક્રીઝ પર આવતાની સાથે જ પોતાનું આક્રમક વલણ દર્શાવ્યું.
શરૂઆતમાં પિચ પર ઋષભ પંતે સમય લીધો અને બોલરોને સંભાળીને રમવાનું કામ કર્યું. પરંતુ તે બાદ તેઓએ પોતાની ગેર બદલતા મેદાન પર ચોગ્ગા અને છગ્ગા લગાવવાનું શરૂ કર્યું. આ સાથે જ પંતે પહેલા ટેસ્ટ મેચના ચોથા દિવસે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. પંત ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી 100 છગ્ગા લગાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેમને આટલી મોટી સિદ્ધી પોતાના ટેસ્ટ ડેબ્યૂના આઠ વર્ષ બાદ જ હાંસિલ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પંતે બનાવી છગ્ગાની સદી
પોતાની બીજી ઈનિંગ દરમિયાન પંત ખૂબ આક્રમક અંદાજમાં નજર આવ્યો. તેઓએ ઝડપી બોલર લાહિરુ કુમારાના બોલ પર લોન્ગ-ઓફના ઉપર બે શનદાર છગ્ગા ફટકાર્યા. તે બાદ તેમને કુમારાની જ બોલ પર ફાઈનલ લેગની ઉપરથી એક ટ્રેડમાર્ક હુક શોટ રમીને છગ્ગાની સદી પૂરી કરી. આ છગ્ગાની સાથે પંતે માત્ર 53 બોલમાં પોતાની અર્ધસદી પણ પૂરી કરી લીધી.
છગ્ગો ફટકારતા જ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ઋષભ પંતે પોતાની કારકિર્દીની 89મી ટેસ્ટ ઈનિંગમાં 100 છગ્ગા ફટકારી એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ ઉપલબ્ધિ હાંસિલ કરવામાં બેટ્સમેનને વધુ સમય લાગ્યો હતો. આ ધમાકેદાર પ્રદર્શન સાથે પંત ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા ફટકારનાર વિશ્વનો ચોથો અને ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા મેચની પ્રથમ ઈનિંગમાં પણ પંતે 39 રનની પોતાની ઈનિંગ દરમિયાન એક છગ્ગો ફટકાર્યો હતો.
આ પણ વાંચો : ટ્વિશા શર્માના મોત પહેલાંની છેલ્લી 30 મિનિટ: ફોન કરી રડતાં મદદ માગી હતી, CBI ચાર્જશીટમાં શું ખુલ્યું?












