ટ્રેન્ડિંગમનોરંજન

અચાનક ઘટેલા વજન પર સોહેલ ખાને તોડી ચૂપ્પી, જણાવ્યું કેમ બદલાયો લુક

Sohail Khan Weight Loss Reaction: બોલિવૂડ એક્ટર સોહેલ ખાને તાજેતરમાં જ પોતાના અચાનક ઘટેલા વજન અને સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે. રિયાલિટી શો ‘ધ એલાયન્સ’ની પાર્ટીમાંથી સામે આવેલા સોહેલના ફોટા અને વીડિયો જોઈને ચાહકો તેનો અત્યંત પાતળો અવતાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે આ અંગે ૫૫ વર્ષીય અભિનેતાની પ્રતિક્રિયા સામે આવી છે.

સોહેલ ખાને વજન ઘટવાનું શું કારણ આપ્યું?

‘ધ એલાયન્સ’ પૂર્ણ થયા બાદ યોજાયેલી સક્સેસ પાર્ટીમાંથી વાયરલ થયેલા ફોટામાં સોહેલ ખાન ખૂબ જ પાતળો દેખાઈ રહ્યો હતો. ત્યારબાદ યુઝર્સે તેની હેલ્થને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ હતી.
‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ને આપેલા ઇન્ટરવ્યુમાં સોહેલ ખાને જણાવ્યું કે વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે આ તેનો પહેલો રિયાલિટી શો અનુભવ હતો. શોની શરૂઆતમાં ઘરની અંદર પ્રવેશતા જ તેને ક્લોસ્ટ્રોફોબિયા (બંધ જગ્યામાં થતી ગભરામણ) નો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે ખૂબ જ અસહજ અનુભવી રહ્યો હતો.

દવાઓ કે ઓઝેમ્પિકનો નથી કર્યો ઉપયોગ

સોહેલે ખુલાસો કર્યો હતો કે ગભરામણની સાથે તેને પેટની ગંભીર તકલીફ (Stomach Infection) પણ થઈ ગઈ હતી. શોના પહેલા જ અઠવાડિયાથી તે બીમાર હતો, પરંતુ ઘરમાં સભ્યો તરફથી મળેલા પ્રેમ અને સહકારને કારણે તે પાંચ અઠવાડિયા સુધી શોમાં ટકી રહ્યો હતો.
સામાન્ય રીતે સેલેબ્સ પર ઝડપથી વજન ઘટાડવા માટે દવાઓ વાપરવાનો આરોપ લાગતો હોય છે, પરંતુ સોહેલે સ્પષ્ટ કર્યું કે તેણે ઓઝેમ્પિક (Ozempic) કે કોઈ ફેટ બર્નરનો ઉપયોગ કર્યો નથી. શોના ચેલેન્જીસ પૂરા કરવા તેણે પોતાના ખોરાક પર સખત કંટ્રોલ રાખવો પડ્યો હતો. તેણે કહ્યું કે આ વજન ઘરના સભ્યોના પ્રેમ અને સંઘર્ષના જોરે ઘટ્યું છે, કોઈ દવાના કારણે નહીં.
Back to top button