હરમનપ્રીત બાદ સ્મૃતિનું રાજ, BCCI એ સોંપી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ

Smriti Mandhana: ભારતીય મહિલા ક્રિકેટમાં હવે કપ્તાનીનો ચહેરો બદલાઈ ગયો છે. હરભનપ્રીત કૌર બાદ સ્મૃતિ મંધાનાને ટીમ ઈન્ડિયાની નવી ફૂલટાઈમ કેપ્ટન બનાવવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે સ્મૃતિની નિમણૂકની સત્તાવાર જાહેરાત કરી હતી. આ સાથે જ ભારતીય મહિલા ક્રિકેટમાં એક નવા કપ્તાની યુગની શરૂઆત થઈ ગઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સ્મૃતિ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય ટીમની સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક રહી છે. હવે બેટિંગની જવાબદારી સાથે તેના ખભા પર ટીમની કમાન પણ રહેશે. તે વનડે (ODI) અને ટી20 ઇન્ટરનેશનલ (T20I) બંને ફોર્મેટમાં ભારતની ફૂલટાઇમ કેપ્ટન રહેશે.
કેપ્ટનશીપનો અગાઉનો અનુભવ
સ્મૃતિ માટે કપ્તાની કોઈ નવું કામ નથી. તે અગાઉ પણ ભારત માટે 18 ટી20 અને 4 વનડે મેચોમાં કેપ્ટનશીપ કરી ચૂકી છે. જોકે, હવે પ્રથમ વખત તેને નિયમિત ધોરણે સફેદ બોલના બંને ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. વર્ષ 2013થી ભારત માટે રમી રહેલી સ્મૃતિ પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહોળો અનુભવ છે.
RCBને બે વાર ચેમ્પિયન બનાવી ચુકી છે
સ્મૃતિના પક્ષમાં સૌથી મોટું પાસું ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં તેનો કેપ્ટનશીપ રેકોર્ડ છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને 2024 અને 2026માં મહિલા પ્રીમિયર લીગ (WPL) નું ટાઇટલ અપાવી ચૂકી છે. એટલે કે ટીમ ઇન્ડિયાની કમાન સંભાળતા પહેલા જ તે મોટા સ્ટેજ પર સુકાની તરીકે સફળતા મેળવી ચૂકી છે.
આ પણ વાંચોઃ વલસાડના કપરાડામાં આચાર્યનો આપઘાત: ઓનલાઈન કામ અને BLOના અતિશય ભારણથી તંગ આવી ગળેફાંસો ખાધો
કેપ્ટન બનતા જ હરભનપ્રીતને યાદ કરી
કેપ્ટન બન્યા બાદ સ્મૃતિએ સૌથી પહેલા પૂર્વ કેપ્ટન હરભનપ્રીત કૌરના યોગદાનને યાદ કર્યું હતું. તેણે કહ્યું કે, “હરમનપ્રીતે વર્ષો સુધી સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે ટીમનું નેતૃત્વ કર્યું છે. ભારતનું નેતૃત્વ કરવાની જવાબદારી મળવી એ ખૂબ જ ખાસ સન્માન છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે હંમેશા ઘણું મહત્વ ધરાવે છે અને હવે ટીમની આગેવાની કરવાની તક મળવી એ એવી જવાબદારી છે જેને હું ખૂબ મહત્વ આપીશ.”
ઝિમ્બાબ્વે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત
કપ્તાની બદલાયા બાદ સ્મૃતિના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયાની પ્રથમ સ્ક્વોડ પણ જાહેર કરી દેવામાં આવી છે. ઝિમ્બાબ્વે સામે રમાનારી T20 અને વનડે સિરીઝ માટે મહિલા પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી છે.
-
T20 સિરીઝ: રાયપુરમાં રમાશે (16, 18 અને 20 ઓક્ટોબર, સાંજે 7:00 વાગ્યે).
-
વનડે સિરીઝ: વડોદરામાં રમાશે (૨૩, ૨૫ અને ૨૮ ઓક્ટોબર, બપોરે 2:00 વાગ્યે).
આ સિરીઝમાં હરભનપ્રીત કૌર એક ખેલાડી તરીકે રણમેદાનમાં ઉતરશે. T20 ટીમમાં શેફાલી વર્માને અને વનડે ટીમમાં દીપ્તિ શર્માને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે.
ટીમ ઇન્ડિયાની સંપૂર્ણ સ્ક્વોડ
-
ભારતની T20 ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા (વાઇસ કેપ્ટન), નિકી પ્રસાદ, હરભનપ્રીત કૌર, અનુષ્કા શર્મા, ઋચા ઘોષ (વિકેટકીપર), જી કમલિની (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, શ્રી ચરણી, નંદિની શર્મા, ક્રાંતિ ગૌડ, અરુંધતી રેડ્ડી, જિંતિમાની કલિતા, મિન્નૂ મણિ.
-
ભારતની વનડે ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરભનપ્રીત કૌર, હરલીન દેઓલ, તેજલ હસબનિસ, દીપ્તિ શર્મા (વાઇસ કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), વૈષ્ણવી શર્મા, નંદિની શર્મા, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ, સાયલી સતઘરે, રેણુકા ઠાકુર.












