મુંબઈ-આગરા નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે જ મોત

Mumbai-Agra Highway road accident: મુંબઈ-આગ્રા હાઈવે પર ધુલે નજીક લાલિંગ ઘાટ પર આજે સવારે એક ભયાનક અને વિચિત્ર ત્રિપલ અકસ્માત થયો. અહેવાલો અનુસાર, એક ડમ્પર અને એક ટ્રક વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માત પછી, જ્યારે ટોલ કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓ ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે મધ્યપ્રદેશથી આવતી એક ઝડપી ટ્રાવેલ બસે કાબુ ગુમાવ્યો અને અકસ્માતગ્રસ્ત વાહનોને ટક્કર મારી દીધી.
આ બીજી ટક્કર એટલી ગંભીર હતી કે બચાવ કામગીરીમાં મદદ કરી રહેલા એક ટોલ કર્મચારીનું પણ મોત થયું. આ દુ:ખદ ઘટનામાં ટોલ કર્મચારી સહિત છ લોકો માર્યા ગયા હતા, જ્યારે 26 અન્ય ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, અને તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક પણ થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ભારતીય ડોક્ટરની કમાલ: ચીનમાં બેસીને 3000 કિમી દૂર હૈદરાબાદમાં દર્દીની સફળ સર્જરી કરી












