ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

રવિવારે આવે છે શુભાંશુ શુક્લ: જાણો સ્વાગતની કેવી છે તૈયારી?

નવી દિલ્હીઃ 16 ઓગસ્ટ, 2025: Shubhanshu Shukla Return to India: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની યાત્રા કરનારા ભારતના પહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લ  પ્રયોગશાળાના 18 દિવસના સફળ મિશન બાદ ભારત વાપસી કરી રહ્યા છે. તેઓ સફળ અવકાશમિશન બાદ અમેરિકામાં પુનર્વાસમાં હતા. જોકે, હવે શુભાંશુ શુક્લ રવિવારે (17 ઓગસ્ટ) ભારત પરત આવે તેવી સંભાવના છે.

ભારત પરત ફરશે શુભાંશુ શુક્લ

આ મુદ્દે અવકાશ વિજ્ઞાની શુભાંશુ શુક્લએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘જ્યારે હું ભારત પાછા ફરવા માટે વિમાનમાં બેઠો છું ત્યારે મારા હૃદયમાં લાગણીઓનું મિશ્રણ છે. આ મિશન દરમિયાન છેલ્લા એક વર્ષથી મારા મિત્રો અને પરિવારના સભ્યો રહેલા એક અદ્ભુત ગ્રુપને પાછળ છોડીને જવાનું મને દુઃખ છે. મિશન બાદ પહેલી વાર મારા બધા મિત્રો, પરિવાર અને દેશના દરેકને મળવા માટે હું ઉત્સાહિત છું. મને લાગે છે કે જીવન આ જ છે – બધું એકસાથે.

વતન વાપસી માટે ઉત્સાહિત

વઘુમાં તેમણે કહ્યું કે, મિશન દરમિયાન અને પછી બધા તરફથી અવિશ્વસનીય પ્રેમ અને સમર્થન મળ્યા બાદ હું તમારા બધા સાથે મારા અનુભવો શેર કરવા માટે ભારત પાછા આવવાની રાહ નથી જોઈ શકતો.

શુભાંશુએ કહ્યું કે, ગુડબાય મુશ્કેલ છે પણ આપણે જીવનમાં આગળ વધતા રહેવાની જરૂર છે. જેમ મારા કમાન્ડર @astro_peggy પ્રેમથી કહે છે કે “અવકાશ ઉડાનમાં એકમાત્ર સ્થિરતા પરિવર્તન છે”. હું માનું છું કે તે જીવનને પણ લાગુ પડે છે. મને લાગે છે કે દિવસના અંતે – ‘યું હી ચલા ચલ રાહી – જીવન ગાડી હૈ સમય પહિયા’

નોંધનીય છે કે, શુભાંશુ શુક્લએ ગત વર્ષે ISS ના Axiom-4 મિશનની તાલીમ માટે અમેરિકામાં સમય વિતાવ્યો હતો. જોકે, હવે તેઓ તેમના વતન લખનૌ જતા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચોઃ એક તરફ ઓપરેશન સિંદૂરને 100 દિવસ પૂર્ણ, બીજી તરફ દેશને 23.47 લાખ કરોડનો નફો થયો, જાણો કેમ

આ પણ વાંચોઃ ટ્રમ્પ-પુતિન વચ્ચે વાતચીતનું સ્વાગત, યુક્રેનમાં શાંતિના સમર્થનમાં ભારત, જાણો PM મોદીએ શું કહ્યું

Back to top button