ટ્રેન્ડિંગનેશનલ

સિક્સ મારી અને ત્યાં જ ઢળી પડ્યો, ક્રિકેટરનો હાર્ટ એટેકનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

પંજાબઃ 29 જૂન, 2025: Cricketer Suffer Heart Attack on Field: જીવવનો કોઈ વિશ્વાસ નથી મૃત્યુ ગમે ત્યારે દરવાજો ખખડાવી શકે છે. એવામાં પણ હાર્ટ એટેક તો જાણે સામાન્ય બની ગયું છે. જોકે, તેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ છવાયો છે. બે દિવસ પહેલા એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું હાર્ટ એટેકથી મૃત્યુ બાદ આખો દેશ આઘાતમાં હતો, હવે પંજાબના ફિરોઝપુરથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ક્રિકેટ મેચ દરમિયાન એક બેટરને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ હરજીત સિંહ તરીકે થઈ છે. તે સુથાર તરીકે કામ કરતો હતો અને એક દીકરાનો બાપ હતો. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

સિક્સ મારી અને અચાનક ઢળી પડ્યો

હરજીત સિંહ સવારે ફિરોઝપુર જિલ્લાના ગુરુહરસહાયમાં ડીએવી સ્કૂલના મેદાનમાં ક્રિકેટ મેચમાં બેટિંગ કરી રહ્યો હતો. મેચ દરમિયાન, 49 રન પર રમી રહેલા હરજીતે છગ્ગો માર્યો અને પછી અચાનક પીચ પર જ ઢળી પડ્યો. સાથી ખેલાડીઓએ તેને ઉપાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બેભાન થઈ ગયો હતો. ખેલાડીઓએ તરત જ તેને સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો.

હરજીતને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જોકે, ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. પ્રાથમિક તપાસમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું બહાર આવ્યું છે. જોકે, પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

મિત્રો આઘાતમાં

આ ઘટનાથી શહેરમાં અને ક્રિકેટ પ્રેમીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હરજીત સિંહ પોતાની સક્રિય જીવનશૈલી અને ક્રિકેટ પ્રત્યેના જુસ્સા માટે જાણીતા હતા. હરજીત સિંહના મિત્રોએ કહ્યું કે તે ખૂબ જ સ્વસ્થ હતો અને ક્રિકેટનો શોખીન હતો. આ મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે તે આ રીતે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો તે ખૂબ જ દુઃખદ છે.

Back to top button