ના-પાક. જાસૂસ જ્યોતિનો ભાંડાફોડ, જાણો તેના પિતાએ શું ખુલાસા કર્યા?

પાકિસ્તાન, 19 મે 2025 : પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલી જ્યોતિ મલ્હોત્રાની પોલીસ સતત પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન, જ્યોતિના પિતાએ સમાચાર એજન્સી INS સાથે વાત કરી અને ઘણા મોટા ખુલાસા કર્યા. જ્યોતિના પિતાએ જણાવ્યું કે તેમનું ઘર તેમના ભાઈના પેન્શનથી ચાલે છે અને ઘરની સ્થિતિ પણ સારી નથી. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે તે દિલ્હી જવાનું કહીને જતી હતી.
Hisar, Haryana: Father of YouTuber Jyoti Malhotra, Harish Malhotra says, “Last night at around 2 AM, she came home, along with the police. She came to take clothes. There was no conversation, neither before nor now. Normally, she would at least greet with a ‘Namaste,’ but other… pic.twitter.com/XQNLe4pAip
— IANS (@ians_india) May 19, 2025
જ્યોતિના પિતાએ કહ્યું કે “તે રાત્રે 2 વાગ્યે પોલીસકર્મીઓ સાથે આવી અને ફક્ત કપડાં લઈને જતી રહી. પરંતુ તેની સાથે કોઈ વાતચીત થઈ નહીં. અમે જ્યોતિ સાથે પહેલા કે પછી વાત કરી ન હતી. તેણે બસ નમસ્તે કરીને કહ્યું કે તે દિલ્હી જઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યોતિ દિલ્હી જઈ રહી હોવાનું કહીને જતી રહેતી હતી અને મને ખબર નથી કે તે ક્યાં જતી હતી. મારું ઘર પણ મારા ભાઈના પેન્શન પર ચાલે છે. અમારી પાસે પહેલા પૈસા નહોતા અને હવે પણ નહીં… જે પણ પેન્શન આવે છે, ઘર ફક્ત તેના પર જ ચાલે છે”. તેમણે કહ્યું, “અમારા ઘરે કોઈ આવતું નથી અને અમને ખબર નથી કે તે કેવી રીતે આવી, તે ટ્રેન દ્વારા આવી કે બસ દ્વારા. તેમણે એમ પણ કહ્યું કે હાલમાં વકીલ માટે કોઈ ચર્ચા ચાલી રહી નથી અને તેમને ખબર નથી કે આગળ શું થશે.”
જ્યોતિ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હતી
16 મે 2023ના રોજ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, મલ્હોત્રા પાકિસ્તાન હાઇ કમિશનમાં એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં આવી હતી, જ્યાં તે પડોશી દેશની મુસાફરી માટે વિઝા મેળવવા ગઈ હતી. એફઆઈઆરમાં જણાવાયું છે કે મલ્હોત્રા બે વાર પાકિસ્તાન ગઈ હતી અને દાનિશના પરિચિત અલી અહવાનને મળી હતી, જેણે ત્યાં તેના રહેવાની વ્યવસ્થા કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે મલ્હોત્રા દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં દાનિશને ઘણી વખત મળી હતી અને તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સંકળાયેલા લોકો સાથે સંપર્કમાં હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો : 500-1000 મારવાથી કંઈ નહીં થાય, પાકિસ્તાનમાં 24 કરોડ આતંકવાદી રહે છે: ખાન સર











