ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુપ્રિયા સુલેના ઘરે શરણાઈઓ વાગશે, દીકરી રેવતીના લગ્ન નક્કી, કોણ છે NCP સાંસદનો જમાઈ?

  • મંગળવારે લોકસભા સાંસદ સુપ્રિયા સુલેના પુત્ર વિજય સુલેએ સોશિયલ મીડિયા પર રેવતી અને સારંગનો ફોટો શેર કરીને અભિનંદન આપ્યા હતા

HD ન્યુઝ ડેસ્કઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલેના લગ્ન નક્કી થઈ ગયા છે. સૂત્રોએ આ માહિતીની પુષ્ટિ કરી છે. અહેવાલો અનુસાર રેવતી સુલેના સગાઈ નાગપુરના એક જાણીતા ઉદ્યોગપતિના પુત્ર સારંગ લાખાણી સાથે થઈ છે. સોશિયલ મીડિયા પર આ અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

મંગળવારે લોકસભા સાંસદ સુપ્રિયા સુલેના પુત્ર વિજય સુલેએ સોશિયલ મીડિયા પર રેવતી અને સારંગનો ફોટો શેર કર્યો અને અભિનંદન સંદેશ પોસ્ટ કર્યો, જેમાં લખ્યું હતું કે રેવતી અને સારંગને અભિનંદન. કોંગ્રેસ નેતા સુશીલ કુમાર શિંદેની પુત્રી સ્મૃતિ શિંદેએ પણ સોશિયલ મીડિયા પર આવો જ અભિનંદન સંદેશ અને ફોટો શેર કર્યો છે.

સારંગ લાખાણી કોણ છે?

પ્રખ્યાત ઉદ્યોગપતિના પુત્ર સારંગ લાખાણી હાલમાં તેમના પિતાના વિશ્વરાજ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેઓ બેડમિન્ટન ખેલાડી પણ છે. તેમણે અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સમાં કોલંબિયા બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. રેવતી સુલેએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી જાહેર વહીવટમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

દરમિયાન સુપ્રિયા સુલેના પિતા અને NCPના પ્રમુખ શરદ પવારને સોમવારે છાતીમાં ચેપની ફરિયાદ બાદ પુણેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુપ્રિયા સુલેએ શરદ પવારના સ્વાસ્થ્ય વિશે પણ માહિતી શેર કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે પવારને છાતીમાં દુખાવો થયો હતો અને તેમને એન્ટિબાયોટિક્સનો પાંચ દિવસનો કોર્સ સૂચવવામાં આવ્યો છે. તેમણે તેમના પિતાની સારવાર કરી રહેલી તબીબી ટીમનો પણ આભાર માન્યો અને જનતાની શુભેચ્છાઓ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે નો ઈન્ટરનેટ

Back to top button