ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

શંકર ચૌધરીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો, જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ

Text To Speech

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરી ચાર્જ સંભાળી લીધો છે. ત્યારે શંકર ચૌધરી પ્રથમ યુવા સ્પિકર બન્યા છે. ભારતી જનતા પાર્ટીની ગતરોજને ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે આજે 15મી વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યુ હતુ, જેમાં વિધાનસભાના નવા અધ્યક્ષની વરણી કરવામાં આવી છે.

અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ-hum dekhnge news
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ

શંકર ચૌધરી અધ્યક્ષ તો ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ

વિધાનસભાના પ્રથમ સત્રમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીના નામ પર ચર્ચાઓ ચાલી હતી જે બાદ આજે તેમને સ્પિકર તરીકે વરણી કરતા તેઓએ આજથી ચાર્જ સંભાળ્યો છે. શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન તેમજ રાજ્યકક્ષાના પ્રધાન અને ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સહકારી બેંકના વાઈસ ચેરમેન છે. બીજીતરફ પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠકથી સતત પાંચ-છ ટર્મથી જીતતા જેઠા ભરવાડ પંચમહાલ ડેરીના અને પંચમહાલ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. ત્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વરણી કરવામાં આવી છે.

શંકર ચૌધરી-hum dekhenge news
શંકર ચૌધરી

આ પણ વાંચો: આજે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે, અધ્યક્ષ-ઉપાધ્યક્ષની વરણી, સુધારા બિલ પણ રજૂ

કાલે પ્રાથમિક સભ્યે પદેથી અપ્યુ હતું રાજીનામું 

થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ગઈકાલે ભાજપના પ્રાથમિક સભ્યે પદેથી રાજીનામું આપ્યું હતું. વ્યવસ્થાના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ભારતીબેન શિયાળની હાજરીમાં રાજીનામું આપ્યું હતું. આપને જણાવી દઈએ કે, શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે

Back to top button