ટ્રેન્ડિંગમનોરંજનસ્પોર્ટ્સ

વિરાટ કોહલી-રવિન્દ્ર જાડેજાનો ફેન બન્યો ‘Pathaan’, કહ્યું- ‘મને પણ ડાન્સ શીખવો’

વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા રીસન્ટલી મેચ દરમિયાન ‘Jhoome Jo Pathaan’ સોન્ગના સ્ટેપ્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો પણ શાહરૂખના ડાન્સની જેમ હિટ બન્યો હતો. અને હવે આ વીડિયોને લઈ શાહરૂખ ખાને પ્રતિક્રિયા આપી છે.

નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે વિરાટ કોહલીનો ગ્રાઉન્ડમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ શરૂ થાય તે પહેલા કોહલી તેના બાકીના સાથી ખેલાડીઓ સાથે બાઉન્ડ્રીની નજીક રાહ જોઈ રહ્યો હતો. ત્યારબાદ કોહલીએ અચાનક ડાન્સ કરવાનું શરૂ કર્યું. રવિન્દ્ર જાડેજા સાથે ચેટ કરતી વખતે કોહલી ‘પઠાણ’ ફિલ્મના ‘Jhoome Jo Pathaan’સોન્ગના સ્ટેપ્સ કરવા લાગ્યો અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

વિરાટ-જાડેજાના ડાન્સ પર શાહરૂખે શું કહ્યું?

હવે કોઈએ ટ્વિટર પર ફરીથી આ વીડિયો પોસ્ટ કર્યો અને શાહરૂખ ખાનને ટેગ કરીને તેની પ્રતિક્રિયા પૂછી. શાહરૂખે પણ તેને લઈ પોતાના જવાબથી બધાને ચોંકાવી દીધા. શાહરૂખે આ વીડિયોને રીટ્વીટ કર્યો અને લખ્યું- ‘તે મારા કરતા વધુ સારું કરી રહ્યા છે. હવે વિરાટ અને જાડેજા પાસેથી શીખવું પડશે.’ શાહરૂખના આ ટ્વીટને લગભગ 20,000 લાઈક્સ મળ્યા છે જ્યારે 2300થી વધુ રી-ટ્વીટ પણ મળ્યા છે.

Back to top button