પાલનપુર-અંબાજી હાઇવે પર ગંભીર અકસ્માત : 2 બાઈક સામસામે અથડાતા બેના મોત

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અક્સમાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બનાસકાંઠામાંથી અકસ્માતની ઘટના સામે આાવી છે. જેમાં બનાસકાંઠાના ધનિયાણા ચાર રસ્તા પાસે 2 બાઈક સામસામે અથડાતા બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી છે. અને તપાસ હાથ ધરી છે.
પાલનપુર-અંબાજી હાઈવે પર અકસ્માત
પ્રાપ્ત અહેવાલ મુજબ બનાસકાંઠાના પાલનપુર-અંબાજી હાઈવે પર ધનિયાણા ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : શિમલામાં મોટી દુર્ઘટના : શિવ મંદિર ભૂસ્ખલનની ઝપેટમાં આવતાં 50 લોકો દટાયા, 9 મૃતદેહો બહાર કઢાયા
ગઈ કાલે પાલનપુર રોડ પર નશામાં ધૂત કારચાલકે કર્યો હતો અકસ્માત
બનાસકાંઠામાં ગઈ કાલેનશામા ધૂત કાર ચાલકે પાલનપુર નજીક આબુરોડ હાઈવે પર અકસ્માત સર્જયો હતો. દારુડિયાએ દારુ પીને અકસ્માત સર્જતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા.તેમજ તેની ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી દારુની બોટલ પણ મળી આવી હતી. આ ઘટનાના અંગે પોલીસને જાણ કરાતા પોલીસ અહીં આવી પહોંચી હતી અને પોલીસે કાર ચાલક સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો : કચ્છમાં ફરી આવ્યો ધરતીકંપ,જાણો કચ્છમાં વારંવાર કેમ આવે છે ભૂકંપના આંચકા












