ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ફેડ કટની સંભાવનાને પગલે સેન્સેક્સ અને નિફ્ટી વધીને ખુલ્યા

મુંબઇ, 25 ઓગસ્ટ, 2025: અમેરિકન ફેડરલ દ્વારા વ્યાજ કાપના સંકેતને પગલે અમેરિકી અને એશિયન બજારોની મજબૂતીને પગલે આજે ભારતીય ઇક્વિટી બજારમાં પણ વધારા તરફી વલણ જોવા મળ્યુ છે. જેમાં નિફ્ટી પાછલા બંધ 24,870 સામે 79 પોઇન્ટ વધીને 24,948 પર ખુલી છે અને હાલમાં 73 પોઇન્ટ પ્લસ છે, ત્યારે સેન્સેક્સ પાછલા બંધ 81,306 સામે 205 પોઇન્ટ પ્લ ખુલીને હાલમાં 262 પોઇન્ટના વધારા સાથે ચાલી રહ્યો છે.

દરમિયાનમાં આજે વિશ્વ બજારોના અહેવાલને પગલે ગિફ્ટ પણ હાલમાં સવારે 9.05 મિનીટે 72 પોઇન્ટ પ્લસ ક્વોટ થઇ હતી. નોંધનીય છે કે પાછલા સત્રમાં એટલે 22 ઓગસ્ટના રોજ ભારતીય માર્કેટ નરમ બંધ આવ્યા હતા. જેમાં સેન્સેક્સ 693 પોઇન્ટ ઘટીને 81,307 અને નિફ્ટી 213 પોઇન્ટ ઘટીે 24,900ના સ્તરે 25,000ની અંદર બંધ આવી હતી.

ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલના નરમ સંકેતથી વૈશ્વિક ઇક્વિટીને ટેકો મળ્યો છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં આગામી બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે તેવો સંકેત આપવામાં આવ્યો છે. તેથી જ યુએસ બજારોમાં તેજી જોવા મળી હતી. તેની સાથે આજે 25 ઓગસ્ટની સવારે, એશિયન સૂચકાંકો મજબૂત શરૂઆત પછી વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

અમેરિકન માર્કેટ

શુક્રવારે યુએસ માર્કેટમાં પણ મજબૂતી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.89% વધ્યો હતો. તેણે 4 ડિસેમ્બર, 2024ના હાંસલ કરેલા તેના તાજેતરના રેકોર્ડ ક્લોઝ લેવલને વટાવી દીધો હતો. S&P 500 1.52% વધ્યો હતો અને નાસ્ડેક કમ્પોઝિટ 1.88% વધ્યો હતો.

એશિયન માર્કેટ

ભારતીય શેરબજારને એશિયન બજારોમાંથી પણ સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. જાપાનનો નિક્કેઇ 225 ઇન્ડેક્સ 0.69 પ્લસ ક્વોટ થયો છે, જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.32 ટકાના વધ્યો છે.  જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.68 ટકા વધ્યો છે અને ચીનનો SSE કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.84 ટકા વધ્યો છે.

આ શેરો રહેશે ફોકસમાં

ઇન્ડસઇન્ડ બેન્ક, હિરો મોટોકોર્પ

સપ્ટેમ્બરના અંતથી અમલમાં આવનારા અર્ધવાર્ષિક ફેરબદલના ભાગ રૂપે ખાનગી બેંક અને ટુ-વ્હીલર ક્ષેત્રની આ મુખ્ય કંપનીઓને નિફ્ટી 50 ઇન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે.

એમસીએક્સ, ઇન્ડિયન ઓવરસિઝ બેન્ક, જેકે સિમેન્ટ, હેક્સાવેર ટેકનોલોજીઝ, ચોલામંડલમ ફાઇનાન્સિયલ સર્વિસીઝ

આ કંપનીઓને 22 સપ્ટેમ્બરથી FTSE ઓલ વર્લ્ડ રિજિગમાં સામેલ કરવામાં આવશે, તેથી તેઓ ફોકસમાં રહેશે.

ઇન્ડિયન હોટેલ્સ કંપની (IHCL)ના CEO-MD પુનીત ચટવાલના જણાવ્યા અનુસાર, કંપની હાલમાં બજારમાં તેની હાજરીને મજબૂત કરવા અને યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પસંદગીના સ્થળોએ પ્રવેશવા માટે વ્યૂહાત્મક સંપાદનોની યોજના બનાવી રહી છે.

આ પણ વાંચોઃ ITR વિના પણ મળી શકે છે લોન, વૈકલ્પિક દસ્તાવેજ અને સારો ક્રેડિટ સ્કોર બની શકે છે સહારો

Back to top button