સીમા હૈદર અને સચિન મીણાના ઘરમાં ગુજરાતી યુવક બળજબરીપૂર્વક ઘૂસી ગયો, જાદુ ટોણા કર્યા હોવાનો આરોપ

નોઈડા: ગ્રેટર નોઈડાના રબૂપુરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સીમા હૈદર અને સચિન મીણાના ઘરમાં એક યુવક અચાનક ઘુસી ગયો હતો. યુવકનો દાવો છે કે તેના પર જાદુ ટોણા કર્યા હતા, જેના કારણે તે આપોઆપ ખેંચાઈને અહીં આવતો રહ્યો.
ઘટનાની જાણકારી મળતા જ પોલીસ આવી પહોંચી અને યુવકની ધરપકડ કરી. યુવતની ઓળખ તેજસ તરીકે થઈ છે. જે મૂળ ગુજરાતનો રહેવાસી છે. શરુઆતી તપાસમાં પોલીસને યુવક માનસિક રીતે બીમાર દેખાઈ રહ્યો છે.
પૂછપરછમાં તેજસે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, સીમા હૈદર અને સચિન મીણાએ તેના પર જાદુ ટોણા કર્યા છે. તેનાથી ખેંચાઈને તે રબૂપુરાના તેમના ઘરે ખેંચાઈ આવ્યો છે. હાલમાં પોલીસ યુવક સાથે પૂછપરછ કરી રહી છે અને તેના માનસિક સ્વાસ્થ્યની પણ તપાસ થઈ રહી છે. આખા મામલાની તપાસ રબૂપુરા પોલીસ કરી રહી છે.
પાકિસ્તાનની સીમા હૈદર ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તાજેતરમાં, પહલગામ હુમલા પછી, ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. આ દરમિયાન, એવી જોરદાર અટકળો ચાલી રહી છે કે સીમા હૈદરને પણ પાકિસ્તાન પાછા ફરવું પડી શકે છે. જોકે, PUBG દ્વારા પ્રેમમાં પડ્યા બાદ નેપાળ થઈને ભારત પહોંચેલી સીમા હજુ સુધી પાકિસ્તાન પરત ફરી નથી.
આ અંગે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. તે જ સમયે, સીમા હૈદરનો કેસ લડી રહેલા વકીલ એપી સિંહે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે 18 માર્ચે નોઈડામાં જન્મેલી સીમાની પુત્રીનું જન્મ પ્રમાણપત્ર જારી કર્યું છે. આવી સ્થિતિમાં, સીમા હવે ભારતની નાગરિક ગણાશે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં ઈન્ટરનેશનલ બોર્ડર પરથી પાકિસ્તાની રેન્જર ઝડપાયો, BSFએ કરી કાર્યવાહી












