ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લ્યો બોલો, હવે કુંભારને મળી 1.25 કરોડની GSTની નોટિસ, પરિવારના સભ્યો આઘાતમાં

  • કુંભારનો પરિવાર હરચંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. તેઓ માટીના વાસણો બનાવીને ગુજરાન ચલાવે છે. નોટિસ મળ્યા બાદ પરિવાર આઘાતમાં છે

HD ન્યુઝ ડેસ્કઃ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રહેતા એક કુંભારને આવકવેરા વિભાગ તરફથી ₹1.25 કરોડની નોટિસ મળી છે. તે માટીના વાસણો બનાવે છે. તેનું નામ મોહમ્મદ શહીદ છે. તે અશિક્ષિત છે. તેને પોસ્ટ દ્વારા નોટિસ મળી. જ્યારે તેણે બીજા કોઈને તે વાંચવા માટે કહ્યું, ત્યારે તેને ખબર પડી કે તેણે ₹1.25 કરોડનો ટેક્સ ચૂકવવાનો બાકી છે.

કુંભારનો પરિવાર હરચંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. તેઓ માટીના વાસણો બનાવીને ગુજરાન ચલાવે છે. નોટિસ મળ્યા બાદ પરિવાર આઘાતમાં છે. કુંભારને ₹1,00,25,297 ની GST નોટિસ મળી છે. આ નોટિસ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, વૈશાલી પ્રભા મંડળ, હાજીપુર દ્વારા જારી કરવામાં આવી છે.

કુંભારનો વારસાગત બિઝનેસ

મોહમ્મદ શહીદનો પરિવાર પેઢીઓથી કુંભાર છે અને માટીના વાસણો તેમજરમકડાં બનાવી રહ્યો છે. તેઓ આના દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. મોહમ્મદ શહીદે આ પોતાને ષડયંત્ર અને છેતરપિંડીનો ભોગ ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે તેમના પાન કાર્ડનો દુરુપયોગ કરીને નકલી પેઢી બનાવવામાં આવી છે. તેમણે કોઈની સાથે ભાગીદારી કે મોટો વ્યવસાય કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આ સાથે તેમણે વહીવટીતંત્રને અપીલ કરીને આ મામલાની તપાસ અને ન્યાયની માંગ કરી છે. રઘુવીરગંજ બજારના રહેવાસી મોહમ્મદ શહીદ પણ ખૂબ જ સામાન્ય ઘરમાં રહે છે. તેમના ઘર અને કાર્યસ્થળ જોઈને તેમની આર્થિક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. એક અભણ વ્યક્તિ માટે કરોડોનો વ્યવહાર કરવો શક્ય નથી.

આ પણ વાંચોઃ પહાડો પર ફરવા જવું હવે મોંઘુ પડશે, હિમાચલ સરકારે બહારથી આવતી ગાડીઓ પર Toll Tax વધાર્યો

Back to top button