પહાડો પર ફરવા જવું હવે મોંઘુ પડશે, હિમાચલ સરકારે બહારથી આવતી ગાડીઓ પર Toll Tax વધાર્યો

- પર્યટન અને બહારના વાહનોની અવરજવર અંગેની ચિંતાઓ વચ્ચે હિમાચલ સરકારે ટોલ ટેક્સ અંગે એક મોટો નિર્ણય લીધો છે
HD ન્યુઝ ડેસ્કઃ નવી પોલિસી અનુસાર બહારના રાજ્યોમાંથી હિમાચલમાં આવતા કાર, જીપ, વાન અને લાઈટ મોટર વ્હીકલ પર હવે દરરોજ ₹170 ટોલ ચૂકવવો પડશે. કેટલીક શ્રેણીના વાહનો માટે ટોલમાં અઢી ગણો વધારો કરવામાં આવ્યો છે. પરિણામે અન્ય રાજ્યોમાંથી હિમાચલમાં પ્રવેશતા વાહનોને toll tax on vehicles ભારે ટોલ ચૂકવવો પડશે.
પર્યટન અને બહારના વાહનોની અવરજવર અંગેની ચિંતાઓ વચ્ચે હિમાચલ સરકારે ટોલ ટેક્સ અંગે એક મોટો નિર્ણય લીધો છે. હિમાચલ પ્રદેશ સરકારે ટોલ નીતિ 2026-27 હેઠળ એન્ટ્રી ફી, અથવા બેરિયર ટોલના નવા દરો જાહેર કર્યા છે. આ દરો 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે અને મુખ્યત્વે રાજ્યમાં પ્રવેશતા બહારના વાહનો અથવા હિમાચલ સિવાયના વાહનો પર લાગુ થશે. સરકારનો દાવો છે કે આનાથી રાજ્યની આવકમાં વધારો થશે અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થશે. નવી નીતિ મુજબ બહારના રાજ્યોથી આવતા કાર, જીપ, વાન અને હળવા મોટર વાહનોએ હવે દરરોજ ₹170 ટોલ ચૂકવવો પડશે. કેટલીક કેટેગરીમાં તેને કમ સે કમ ₹130 પણ કરવામાં આવ્યો છે. જોકે મોટાભાગના અહેવાલો ખાનગી કાર અને SUV માટે ₹170 નો નિશ્ચિત દર સૂચવે છે. વધુમાં, આ જ દર 12+1 સીટિંગ (મુસાફર અને ડ્રાઇવર) ધરાવતા ખાનગી પેસેન્જર વાહનો પર લાગુ થશે.
બસ અને ટ્રકનો ટોલ
આ નીતિ હેઠળ 12+1 થી વધુ અને 32+1 સુધીની સીટ ધરાવતા પેસેન્જર વાહનો, મિનીબસ અને હળવા કોમર્શિયલ વાહનો માટે હવે પ્રતિ દિવસ 200 થી 320 રૂપિયા વસૂલવામાં આવશે. 32+1થી વધુ સીટ ધરાવતી બસો અને બે એક્સલ સુધીની સીટ ધરાવતા ટ્રક માટે હવે 250 થી 570 રૂપિયા વસૂલવામાં આવશે. કેટલાક અહેવાલો મુજબ કોમર્શિયલ બસો માટે ટોલ 600 રૂપિયા સુધીનો છે. ત્રણ એક્સલવાળા કોમર્શિયલ વાહનો માટે દૈનિક ટોલ ₹600 નક્કી કરવામાં આવ્યો છે. ભારે બાંધકામ મશીનરી, માટી ખસેડવાના સાધનો અને ચાર થી છ એક્સલવાળા મલ્ટી-એક્સલ વાહનો માટે ₹800 વસૂલવામાં આવશે. સાત કે તેથી વધુ એક્સલવાળા મોટા અને માલવાહક વાહનો માટે ₹900 પ્રતિ દિવસ વસૂલવામાં આવશે. આનો અર્થ એ થયો કે આ ટોલ બોજ ફક્ત સામાન્ય પ્રવાસીઓ પર જ નહીં પરંતુ બાંધકામ કંપનીઓ પર પણ પડશે.
ટ્રેક્ટર અને ઓટો રિક્ષા માટે અલગ નિયમો
પરમિટ ધરાવતા બિન-હિમાચલી ટ્રેક્ટરો પાસેથી દરરોજ ₹100 ટોલ વસૂલવામાં આવશે. બહારના રાજ્યોમાંથી આવતી મોટર રિક્ષા અને સ્કૂટર રિક્ષાઓ પાસેથી દરરોજ ₹30 ટોલ વસૂલવામાં આવશે. જોકે ટોલ બેરિયરની આસપાસ કાર્યરત સ્થાનિક હિમાચલી વાહનો માટે રાહત દર નક્કી કરવામાં આવ્યો છે. નિયમો અનુસાર આવા વાહનો પાસેથી દરરોજ ₹100 ટોલ વસૂલવામાં આવશે.
અગાઉ ખાનગી કાર માટે ટોલ લગભગ ₹70 હતો, જ્યારે ભારે માલસામાનના વાહનો માટે ₹720 સુધી વસૂલવામાં આવતો હતો. નવા દરો ઘણી શ્રેણીઓમાં બે થી અઢી ગણો વધારો દર્શાવે છે.
આ પણ વાંચોઃ દેશની રાજધાનીમાં “ગલા ઘોટુ ગેંગ” નો આતંક, જાણો કઈ રીતે બનાવે છે લોકોને શિકાર ?












