આંતરરાષ્ટ્રીયગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

સાઉદીની એરામ્કો ગુજરાત અને આંધ્રની નવી રિફાઇનરીમાં 20 ટકા હિસ્સો લેશે

નવી દિલ્હી, તા. 1 મે 2025: ભારત સરકારની ઓએનજીસી અને બીપીસીએલ દ્વારા અનુક્રમે પશ્ચિમ અને પૂર્વ દરિયાકિનારે – અલબત્ત ગુજરાત અને આંધ્રમાં જે રીતે વિચારણા કરવામાં આવી રહી છે તે રીતે બન્નેમાં સાઉદી અરેબીયાની એરામ્કો 20 ટકા હિસ્સો ખરીદી શકે છે. આ પગલાંથી વિશ્વના સૌથી મોટા ઓઇલ અને ગેસ કંપીનીની ભારતમાં રોકાણકાર તરીકે ઉભરી આવવાની પ્રતીક્ષાનો અંત આવી શકે છે. નોંધનીય છે કે એરામ્કો દેશમાં દાયકાઓથી ક્રૂડની નિકાસ કરી રહી છે અને દેશમાં ડાઉનસ્ટ્રીમ રોકાણ ધરાવે છે તેના માટે આ હિસ્સો વધુ મજબૂતાઇ આપી શકે છે.

બન્ને રિફાઇનીંગ સવલતો કે જે પ્રત્યેક વાર્ષિક ધોરણે 12 મિલીયન ટન ક્રૂડની પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે, તેઓ પ્રત્યેક રૂ. 1 લાખ કરોડના ખર્ચે નવી સવલતની સ્થાપના કરશે. જોકે હજુ વિગતો પૂરી બહાર આવી નથી ત્યારે એરામ્કોનું બન્ને એકમોમાં પ્રારંભિક રોકાણ રૂ. 24,000 કરોડ (પ્રવર્તમાન વિનીયમ દર અનુસાર આશરે 2.8 અબજ ડોલર)નું હોઇ શકે છે, જેમાં ડેટ કોમ્પોનન્ટનો ઇક્વિટી સાથે સમાવેશ થાય છે એમ સુમાહિતગાર સૂત્રોએ જણાવતા ઉમેર્યુ હતુ કે આ રોકાણ બાદમાં 5 અબજ ડોલર સુધી વધારવામાં આવી શકે છે. બન્ને પ્રોજેક્ટનો ડેટ-ઇક્વિટી ગુણોત્તર 7:3નો રહેશે.

ઓએનજીસીના સૂત્રોએ ગુજરાતમાં સૂચિત રિફાઇનરી માટે એરામ્કોની ભાગીદારીને પુષ્ટિ આપી હતી. જ્યારે બીપીસીએલ આંધ્રમાં રિફાઇનરી સ્થાપી રહી છે. નોંધનીય છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિયાધની મુલાકાતે ગયા હતા ત્યારે બન્ને દેશો વચ્ચે ભારતમાં રિફાઇનરી સ્થાપવા માટેના કરારને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

વરિષ્ઠ સરકારી અધિકારીઓએ આ સાહસોમાં રોકાણ કરવાની એરામકોની તૈયારીને “મોટી સિદ્ધિ” ગણાવી હતી, કારણ કે ભારત નવી ઓઇલ રિફાઇનરીઓની ચેઇન સ્થાપવા અને આ વ્યવસાયમાં એશિયામાં અગ્રણી તરીકે ઉભરી આવવાનું લક્ષ્ય ધરાવે છે. આ સાઉદી અરેબિયાની આગામી થોડા વર્ષોમાં ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતાનો એક ભાગ હશે.

સાઉદી અરેબિયા ભારત માટે એક વિશ્વસનીય અને ઓઇલ સપ્લાયર રહ્યું છે, તેમ છતાં છેલ્લા બે વર્ષમાં રશિયાથી આયાતમાં વધારો થવાને કારણે ભારતની કુલ ઓઇલનો આયાતમાં તેનો હિસ્સો 20%થી ઘટીને લગભગ 14% થઈ ગયો છે.

સાઉદી અરેબિયાએ પ્રશંસા કરતા જણાવ્યુ છે કે ભારતીય ખરીદદારોએ ક્યારેય તેમના ઓઇલ  કરારની પ્રતિબદ્ધતાઓથી પીછેહઠ કરી નથી, જેનાથી એરામકોને ભારતમાં રોકાણ કરવામાં સરળતા પ્રાપ્ત થઇ છે.

આ પણ વાંચોઃ આરબીઆઇને હજુ પણ વ્યાજ દર ઘટાડવાનો અવકાશ, પરંતુ સાવચેતી જરૂરી

Back to top button