ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

“મને રોહિત ભાઈની વાત પર બિલકુલ ભરોસો નહોતો… સોરી!”: હિટમેનને લઈને સંજુ સેમસનનો સનસનાટીપૂર્ણ ખુલાસો

Sanju Samson Rohit Sharma T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ જીતીને ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારત હવે દુનિયાની પ્રથમ એવી ટીમ બની ગઈ છે જેણે સતત બે વાર T20 વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી હોય. વર્ષ 2024 માં રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ જીતીને આઈસીસી ટ્રોફીના દુષ્કાળનો અંત આણ્યો હતો, તો 2026 માં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે આ સિદ્ધિ પુનરાવર્તિત કરી. જોકે, ભારતની આ ઐતિહાસિક જીતમાં સૌથી મોટા મેચ વિનર હીરો સંજુ સેમસન સાબિત થયા હતા. તાજેતરમાં જ સંજુએ ટૂર્નામેન્ટ દરમિયાન પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સાથે થયેલી વાતચીતને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

રોહિત શર્માની વાત પર સંજુને નહોતો બેસાડતો વિશ્વાસ

T20 વર્લ્ડ કપથી ઠીક પહેલા ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી 5 મેચોની T20 શ્રેણીમાં વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. તેમ છતાં તેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે, શરૂઆતી મેચોમાં તેને પ્લેઈંગ-11 માં રમવાની તક ન મળી અને તે બેન્ચ પર જ રહ્યો. આ મુશ્કેલ સમયે પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સંજુનું મનોબળ વધારતા કહ્યું હતું કે તેનો સમય ચોક્કસ આવશે.

તાજેતરમાં ‘જીઓસ્ટાર’ (JioStar) ને આપેલા ખાસ ઈન્ટરવ્યુમાં સંજુ સેમસને જણાવ્યું કે, “ઈમાનદારીથી કહું તો તે સમયે મને રોહિત ભાઈની વાત પર બિલકુલ વિશ્વાસ નહોતો થયો… સોરી! તે કદાચ પોતાના વિશાળ અનુભવ કે દિલથી બોલી રહ્યા હતા, પરંતુ તે દિવસે હું એ નહોતો જોઈ શકતો જે તેઓ જોઈ રહ્યા હતા. મારો ચહેરો જોઈને જ કોઈ પણ કહી શકતું હતું કે હું કેટલો નિરાશ હતો.”

બ્રેક મળવાનો સંજુને થયો મોટો ફાયદો

ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન અને બાદમાં ટીમમાં જગ્યા ન મળવાનો અફસોસ સંજુ પર હાવી હતો. સંજુએ ખુલાસો કર્યો કે તેને કોઈપણ મોટા આંચકામાંથી બહાર આવતા આશરે એક અઠવાડિયાનો સમય લાગે છે. વર્લ્ડ કપના શરૂઆતના 4-5 દિવસ સુધી તે માનસિક રીતે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યો હતો. જોકે, આ નાકામીએ તેને પોતાની અંદર ઝાંકવાની ઉત્તમ તક આપી. તેણે પોતાની જાતને સવાલ કર્યા કે, “મેં ક્રિકેટ રમવાનું કેમ શરૂ કર્યું હતું? મારો અસલી મકસદ શું છે?”

વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ વિનિંગ ઈનિંગ્સ અને ઈમોશનલ ઉજવણી

T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની અત્યંત મહત્વપૂર્ણ (વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ) મેચમાં સંજુ સેમસને ભારત માટે યાદગાર ઈનિંગ્સ રમી હતી. સામાન્ય રીતે પાવરપ્લે પછી આક્રમક બેટિંગ કરનાર સંજુએ તે દિવસે પરિસ્થિતિ પારખીને રમવાનું શરૂ કર્યું. બીજા છેડેથી સતત વિકેટો પડતી જોઈને તેણે પોતાની રણનીતિ બદલી. 50 બોલમાં અણનમ 97 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમીને તેણે ભારતને સેમીફાઈનલમાં પહોંચાડ્યું હતું.

પોતાની 97 રનની ઈનિંગ્સ અને જીત બાદના ઉજવણીના વાયરલ ફોટા અંગે વાત કરતા સંજુએ કહ્યું કે, “હું ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છું. એ ઉજવણી કોઈ જીતનો અહંકાર નહોતી, પરંતુ ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતા (આભાર) હતી. હું તો બસ એક માધ્યમ હતો જે દેશ અને ટીમની કામ આવી શક્યો. એ ખાસ ક્ષણ મારા અંતિમ શ્વાસ સુધી મારી સાથે રહેશે.”

આ પણ વાંચોઃ મૈત્રી કરાર બાદ સાથે રહેતી યુવતીને બળજબરીથી પરિવાર લઈ ગયો, યુવકે અપહરણનો આરોપ લગાવ્યો

આ પણ વાંચોઃ રેલવે સ્ટેશન પર ફોન ચાર્જ કરવો પડી શકે છે ભારે, ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button