ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સમય રૈના ફરી ફસાયો: સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી કહ્યું- હાજર થાઓ નહિતર કડક કાર્યવાહી કરીશું

મુંબઇ, 5 મે: સમય રૈનાનું નામ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોથી વિવાદોમાં ઘેરાયેલું છે. એવામાં કોમેડિયન વધુ એક મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના, વિપુલ ગોયલ અને અન્ય લોકો સામે દિવ્યાંગ વ્યક્તિઓની મજાક ઉડાવવાના આરોપસર નોટિસ જારી કરી છે. Supreme Court issues notice to Samay Raina આ લોકોએ દિવ્યાંગ વ્યક્તિઓની મજાક ઉડાવતા અસંવેદનશીલ ટુચકાઓ કહેવાનો આરોપ લગાવતી અરજીની સુનાવણી દરમિયાન નોટિસ જારી કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર અપંગ લોકો અને દુર્લભ રોગોથી પીડિત લોકોની મજાક ઉડાવવાના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કોમેડિયન સમય રૈના અને વિપુલ ગોયલ સહિત પાંચ સોશિયલ મીડિયા પ્રભાવકોને સમન્સ પાઠવ્યા છે. આ કાર્યવાહી એક બિન-સરકારી સંસ્થા (NGO) દ્વારા દાખલ કરાયેલી અરજીને પગલે કરવામાં આવી છે. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ લોકોએ તેમની સામગ્રીમાં શારીરિક રીતે અક્ષમ લોકો અને દુર્લભ રોગોથી પીડિત લોકોનું અપમાન કર્યું છે.

આ મામલે મેસર્સ ક્યોર એસએમએ ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે કડક વલણ દાખવતાં આ પ્રકારની અપમાનજનક ટિપ્પણી પર સખત નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં કોર્ટે સમય રૈના અને વિપુલ ગોયલ સહિત અન્ય પાંચ ઇન્ફ્લુએન્સરને નોટિસ ફટકારી છે.

કોર્ટમાં હાજર નહીં થાય તો કરવામાં આવશે કડક કાર્યવાહી
કોટીશ્વર સિંહની ખંડપીઠે મુંબઈ પોલીસ કમિશનરને સમય રૈના, વિપુલ ગોયલ, બલરાજ પરમજીત સિંહ ઘાઈ, સોનાલી ઠાકર ઉર્ફે સોનાલી આદિત્ય દેસાઈ અને નિશાંત જગદીશ તંવરને સુનાવણીની આગામી તારીખે કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આરોપ બાદ, ન્યાયાધીશ સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે મુંબઈ પોલીસ કમિશનરને આ પાંચ ઇન્ફ્લુએન્સરને નોટિસ જારી કરવા અને તેમને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવાનો આદેશ આપ્યો. બેન્ચે એમ પણ કહ્યું કે જો તે કોર્ટમાં હાજર નહીં થાય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો..જેઠાલાલ બાપુજી સામે FIR નોંધાવવા માંગતા હતા! TMKUCના પિતા-પુત્રની જોડીનો વાયરલ વીડિયો જોઈને ચાહકો થયા આશ્ચર્યચકિત

Back to top button