15 ઓગસ્ટગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

‘100 વર્ષથી દેશની સેવામાં લાગેલા સ્વયંસેવકોને નમન’, વડાપ્રધાન મોદીએ RSSની પ્રશંસા કરી

નવી દિલ્હી, 15 ઓગસ્ટ, 2025ઃ PM Modi praises RSS વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમના રાષ્ટ્રજોગ વક્તવ્ય દરમિયાન આરએસએસની પ્રશંસા કરી. તેમણે કહ્યું, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક રીતે વિશ્વનું સૌથી મોટું એનજીઓ છે. આરએસએસનો ઇતિહાસ ગૌરવપૂર્ણ છે.”

આજે 15 ઓગસ્ટને શુક્રવારે સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યું. આ દરમિયાન તેમણે દેશને સંબોધન કર્યું. વડાપ્રધાને આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉલ્લેખ કર્યો અને તેની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું, “આરએસએસની 100 વર્ષની સેવા ગૌરવપૂર્ણ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ વર્ષે 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે.” આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સંઘના 100 વર્ષના ઇતિહાસને યાદ કર્યો. તેમણે લાલ કિલ્લા પરથી સ્વયંસેવકોને નમન કર્યું.

પીએમ મોદીએ દેશને સસ્તા ભાવની આંતરરાષ્ટ્રીય કક્ષાની ટકાઉ ચીજોના ઉત્પાદનની હાકલ કરી

વડાપ્રધાન મોદીએ કહ્યું, “આજે હું ખૂબ ગર્વ સાથે એક વાતનો ઉલ્લેખ કરવા માંગું છું. 100 વર્ષ પહેલાં એક સંગઠનનો જન્મ થયો હતો – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. સંઘની 100 વર્ષની રાષ્ટ્રસેવા ખૂબ જ ગૌરવપૂર્ણ છે. ‘વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના સંકલ્પ સાથે સંઘે 100 વર્ષ સુધી કામ કર્યું છે. રાષ્ટ્ર નિર્માણ માટે સંઘ સતત કાર્યરત છે.”

વડાપ્રધાને સંઘની પ્રશંસા કરતાં કહ્યું, “સેવા, સમર્પણ, સંગઠન અને શિસ્ત એ સંઘની ઓળખ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક રીતે વિશ્વનું સૌથી મોટું એનજીઓ છે. તેનો 100 વર્ષનો સમર્પણનો ઇતિહાસ છે. આ 100 વર્ષની યાત્રામાં યોગદાન આપનાર તમામ સ્વયંસેવકોને હું આદરપૂર્વક યાદ કરું છું. દેશ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ 100 વર્ષની ભવ્ય અને સમર્પિત યાત્રા પર ગર્વ અનુભવે છે. સંઘ આપણને પ્રેરણા આપતું રહેશે.”

વડાપ્રધાન મોદીએ કરી અમૂલ્ય જાહેરાત: હવે ભારત સમુદ્ર મંથન કરશે, જાણો શું છે એ યોજના?

2025માં આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. 27 સપ્ટેમ્બર, 1925ના રોજ આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી. સંઘના વર્તમાન પ્રમુખ મોહન ભાગવત છે. સંઘ 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે 26 ઓગસ્ટથી ભવ્ય સમારોહનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. આ મુખ્ય સમારોહનું શીર્ષક “100 યર્સ ઓફ સંઘ યાત્રા: ન્યૂ હોરાઇઝન્સ” રાખવામાં આવ્યું છે, જે 26 થી 28 ઓગસ્ટ સુધી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાશે.

લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું અત્યાર સુધીનું સૌથી લાંબું ભાષણ, 103 મિનિટ સુધી બોલ્યા વડાપ્રધાન

Back to top button