GST-2.0માં આવી રહ્યો છે નફાખોરો સાથે સંકળાયેલો નિયમ, થશે સખત કાર્યવાહી

નવી દિલ્હી, 21 ઓગસ્ટ, 2025: સરકાર GST (GST 2.0) રાહતોની સાથે મોટા ફેરફારની તૈયારી કરી રહી છે અને આ સાથે, નફાખોરી વિરોધી જોગવાઈઓને ફરીથી લાગુ કરવા પર પણ વિચારણા ચાલી રહી છે. GST દરમાં ઘટાડા પછી, પ્રોડક્ટ સસ્તું થવું જોઈએ તેવો મુખ્ય ઉદ્દેશ છે. જે કંપનીઓ કર બચત કરે છે, તે MRP ઘટાડીને ગ્રાહકોને આપવો જોઈએ. જો કંપનીઓ આ લાભો પસાર કરતી નથી, તો નફાખોરી વિરોધી ઓથોરિટી (પહેલા NAA, હવે CCI અને GSTAT) તેમને નોટિસ મોકલી શકે છે.
શું છે મામલો
સરકાર GST દરોમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી સીધો પહોંચે તેવુ ઇચ્છે છે. કંપનીઓ તેને ખિસ્સામાં ન નાખી શકે. એટલા માટે 2 વર્ષ માટે નફાખોરી વિરોધી નિયમો ફરીથી લાગુ કરવાની યોજના છે. નવા નીચા કર દરોને પ્રતિબિંબિત કરવા માટે કંપનીઓને MRP ઘટાડવાની ફરજ પાડવામાં આવશે.
GSTની સમયરેખા
1 જુલાઈ 2017: GST કાયદો લાગુ
28 નવેમ્બર 2017: રાષ્ટ્રીય નફાખોરી વિરોધી સત્તામંડળ (NAA) ની રચના
1 ડિસેમ્બર 2022: NAA ને ભારતીય સ્પર્ધા પંચ (CCI) સાથે મર્જ કરવામાં આવ્યું
1 ઓક્ટોબર 2024: GSTAT મુખ્ય બેન્ચે નફાખોરી વિરોધી કેસોની સુનાવણી શરૂ કરી
1 એપ્રિલ 2025: હાલની નફાખોરી વિરોધી જોગવાઈની સમાપ્તિ તારીખ નક્કી કરવામાં આવી હતી.
આ પગલું શા માટે જરૂરી છે?
જો ટેક્સ ઘટાડવામાં આવે તો તેનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચે તેવો સરકારનો ઉદ્દેશ છે. કેમ કે કંપનીઓ “અન્યાયી નફાખોરી” કરી શકે છે અને કિંમત ઘટાડવાને બદલે, તેઓ વધુ નફો રાખશે તેવી ચિંતા સેવાઇ રહી છે.
GST 2.0ના અમલીકરણ પછી, સરકાર બજારમાં કિંમતોની પારદર્શિતા અને ગ્રાહકોને રાહત સુનિશ્ચિત કરવા માંગે છે, એટલે કે, સરળ વાત એ છે કે જો GST દરોમાં ઘટાડો થાય છે, તો દુકાનદારો અને કંપનીઓએ તે મુજબ MRP ઘટાડવી જોઈએ, અન્યથા કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ પુતિને અલાસ્કાની એક વ્યક્તિને ભેટમાં આપી 1914414 રૂપિયાની બાઇક, જાણો કારણ












