ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રેવન્યુ તલાટીની પરીક્ષાની તારીખ જાહેર જૂઓ ક્યારે યોજાશે પરીક્ષા?

ગાંધીનગર 29 ઓગસ્ટ 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ૨૫મે ૨૦૨૫ના રોજ મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટીની કુલ ૨૩૮૯ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી હતી. જેની ઓએમઆર બેઝઝ્ડપ્રાથમિક પરીક્ષા આગામી ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ બપોરે ૨ થી ૫ ‘વાગ્યા દરમિયાન કુલ ૨૦૦ માર્કની પરીક્ષા લેવામાં આવશે. જેનું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

મંડળ દ્વારા બીતબક્કાની મુખ્ય પરીક્ષાના પ્રોવિઝનલ પરિણામ પ્રસિદ્ધ કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ઠરેલા ઉમેદવારના ન્યુનતમ ગુણવત્તા ધોરણો (ચીફહારુશક્ષલ તફિક્ષમફમિ) જાળવીને ફૂલ ગુણના આધારે ભરવાની થતી કેટેગરી મુજબની જગ્યાના આશરે બે ગણા ઉમેદવારને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે.

પ્રોવિઝનલ મેરીટ યાદીના બે ગણા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી બાદ પણ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગીયાદી અને પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં માટે જરૂરી સંખ્યાના ઉમેદરોન મળવાના સંજોગોમાં જરૂર મુજબના પ્રોવિઝનલ મેરીટ યાદી પરના ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે.

ત્યાર બાદ ઉમેદવારોએ મેળવેલા ગુણને ધ્યાને લઈને મેરિટ અનુસાર કેટેગરી મુજબ જગ્યાઓ ધ્યાને લઈ પસંદગી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

સીધી ભરતીની જગ્યા ખાલી ન રહેવા પામે તે હેતુથી કેટેગરી પ્રમાણે પ્રતિક્ષાયાદી બનાવવાની રહેતી હોઈ મહેસૂલ વિભાગના તા.૨૨-૫-૨૦૨૫ના જાહેરનામાં ક્રમામક ઋખ/૨૦૨૫/૧૧૪/૧૨૨૫૬/ગ-૭-૧થી નિયત થયેલ જોગવાઈ તથા સામાન્ય વહીવટ વિભાગનાર૭-૭-૨૦૧૮ ના ઠરાવક્રમાંક: પીએસસી-૧૦૮૯-૩૯૧૦-ગ-૨ની જોગવાઈઓ ધ્યાને લઈ ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા ગુણના મેરિટ્સ આધારે કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાની વિગતો ધ્યાને લઈ પસંદગી યાદી અને લાગુ પડતા કિસ્સામાં પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં ભારે વરસાદથી રસ્તાઓ ખરાબ, ટ્રાફિક જવાનોએ ખાડા પુર્યા!

Back to top button