ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસલાઈફસ્ટાઈલ

ભારતમાં 30 ટકા વધુ બેન્ક ખાતા મહિલાઓના, બચતમાં મહિલાઓની ભાગીદારી સૌથી વધુ

નવી દિલ્હી, 7 એપ્રિલ, 2025: ભારતના કુલ બેન્ક ખાતાઓમાં 39.2 બેન્ક ખાતા મહિલાઓના નામે છે. તેની સાથે જ આશ્ચર્ય લાગે તેવી વાત એ છે કે ગ્રામિણ ક્ષેત્રોમાં આ આંકડો હજુ પણ વધારે છે. એટલે કે ભારતમાં મહિલાઓના નામે 42.2 ટકા બેન્ક ખાતા છે. આ ખુલાસો રવિવારે જાહેર કરાયેલા આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના મહિલા અને પુરૂષો 2024: સિલેક્ટેડ ઈન્ડિકેટર્સ એન્ડ ફેક્ટ્સ શીર્ષક હેઠળના 26મા રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

આ રિપોર્ટ ભારતમાં લૈંગિક સ્થિતિની વ્યાપક તસવીર દર્શાવે છે. તેમાં વસ્તી, ભણતર, સ્વાસ્થ્ય, આર્થિક ભાગીદારી અને ડીસીશન મેકીંગ જેવા ક્ષેત્રોમાં સંબંધિત આંકડાઓ સામેલ છે. આ આંકડા વિભિન્ન મંત્રાલયો અને સરકારી વિભાગોમાંથી મેળવવામાં આવ્યા છે. મંભાલયના નિવેદન અનુસાર મહિલાઓ કુલ બેન્ક જમા રકકમાં 39.7 ટકા યોગદાન આપે છે. ગ્રામિણ ભારતમાં તેમની ભાગીદારી સૌથી વધુ છે, જ્યાં લગભગ ખુલતા દર બે માંથી એક ખાતુ મહિલાના નામે છે. તેનાથી સારી વાત એ છે કે બેન્ક ખાતાઓમાં મહિલાઓની ભાગીદારી ગ્રામિણ ક્ષેત્રોમાં સૌથી વધુ છે. ગ્રામિણણ ક્ષેત્રોમાં કુલ ખાતાધારકોમાં તેમની ભાગીદારી 42.2 ટકા છે.

ડીમેટ ખાતાઓમાં પણ મહિલાઓની ભાગીદારી વધવા લાગી

રિપોર્ટ અનુસાર, શેરબજારમાં મહિલાઓની વધતી રુચિને કારણે ડીમેટ ખાતાની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો થયો છે. 31 માર્ચ, 2021થી 30 નવેમ્બર, 2024ની વચ્ચે ડીમેટ ખાતા 3.326 કરોડથી વધીને 14.302 કરોડ થઈ ગયા છે, એટલે કે ચાર ગણાથી વધુનો વધારો થયો છે. જો કે પુરૂષ ખાતાધારકોની સંખ્યા હજુ પણ વધુ છે, પરંતુ મહિલાઓની ભાગીદારી પણ સતત વધી રહી છે. 2021માં પુરૂષ ખાતાઓની સંખ્યા 2.659 કરોડ હતી. 2024માં તે વધીને રૂ. 11.531 કરોડ થઇ છે. તે જ સમયે, મહિલાઓના ખાતાની સંખ્યા 0.667 કરોડથી વધીને 2.771 કરોડ થઈ ગઈ છે.

ઉદ્યોગમાં અડધી વસ્તીની માલિકી

અહેવાલ દર્શાવે છે કે 2021થી 2024ની વચ્ચે વેપાર, ઉત્પાદન અને અન્ય સેવા ક્ષેત્રોમાં મહિલાઓની માલિકીની સંસ્થાઓ (માલિકીની પેઢીઓ)ની સંખ્યામાં પણ સતત વધારો થયો છે. આ મહિલા વિકાસનો ખૂબ સારો સંકેત છે જે દર્શાવે છે કે મહિલા સાહસિકતા વધી રહી છે.

લિંગ આધારિત વોટિંગ અંતરમાં ઘટાડો થયો છે

ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી પણ નોંધપાત્ર રહી છે. ભારતમાં 1952માં કુલ 17.32 કરોડ મતદારો હતા, જે 2024માં વધીને 97.8 કરોડ થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન મહિલા મતદારોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આનાથી લિંગ આધારિત વોટિંગ અંતરમાં ઘટાડો થયો છે.

સ્ટાર્ટઅપ્સમાં મહિલા ડિરેક્ટરોની સંખ્યા વધી

ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (DPIIT) દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સના ક્ષેત્રમાં પણ મહિલાઓની હાજરી વધી રહી છે. જ્યારે 2017માં માત્ર 1,943 સ્ટાર્ટઅપ્સ હતા જેમાં ઓછામાં ઓછી એક મહિલા ડિરેક્ટર હતી, 2024માં તેમની સંખ્યા વધીને 17,405 થઈ ગઈ છે.

શિક્ષણમાં પણ આગળ વધી રહી છે

શિક્ષણ ક્ષેત્રે પણ સકારાત્મક સંકેતો છે. પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક સ્તરે જેન્ડર પેરિટી ઈન્ડેક્સ (GPI) ઊંચો રહે છે, જે છોકરીઓના મજબૂત નોંધણી દરને દર્શાવે છે. ઉચ્ચ પ્રાથમિક અને પ્રાથમિક સ્તરે થોડો તફાવત હતો, પરંતુ તે સમાનતાની નજીક રહ્યો છે.

આ પણ વાંચોઃ જો વૈશ્વિક તાપમાન વધશે તો અર્થવ્યવસ્થા 40 ટકા સુધી ઘટશે

Back to top button