ટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં ‘બ્લુ સુનામી’ બાદ ટ્રમ્પની પાર્ટીમાં ધમાસાણ? જેડી વેન્સ અને ટેડ ક્રૂઝે ખોલ્યો મોરચો

US Midterm Election Results 2026:  અમેરિકાની 2026 મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને એવો મોટો આંચકો લાગ્યો છે, જેણે વોશિંગ્ટનની રાજનીતિની સાથે પક્ષની અંદર પણ ભારે હલચલ મચાવી દીધી છે. ડેમોક્રેટ્સે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સીનેટ બંને પર કબજો જમાવી લીધો છે. ટેક્સાસ, કન્સાસ, સાઉથ કેરોલિના, આયોવા, નોર્થ કેરોલિના અને ઓહાયો જેવા રિપબ્લિકન પાર્ટીના મજબૂત ગઢોમાં મળેલી હારે પક્ષ સામે નેતૃત્વનું મોટું સંકટ ઊભું કર્યું છે. હવે સવાલ માત્ર એ નથી કે સંસદમાં ટ્રમ્પ સરકાર કેવી રીતે કામ કરશે, પરંતુ એ પણ છે કે ટ્રમ્પ પછી રિપબ્લિકન પાર્ટીની કમાન કોના હાથમાં જશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ચૂંટણીના પરિણામો બાદ પક્ષની અંદર અલગ-અલગ શક્તિ કેન્દ્રો ઉભરવા લાગ્યા છે. વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી વેન્સ અને સીનેટર ટેડ ક્રૂઝ જેવા નેતાઓના નિવેદનોએ આ ચર્ચાને વધુ તેજ બનાવી છે. જે.ડી વેન્સને લાંબા સમયથી ટ્રમ્પના સંભવિત ઉત્તરાધિકારી માનવામાં આવતા રહ્યા છે, જ્યારે ટેડ ક્રૂઝે આ હારને પક્ષ માટે એક મોટી ચેતવણી ગણાવી છે.

વેન્સ સામે પોતાની રાજકીય શાખ બચાવવાનો પડકાર

જે.ડી વેન્સને ટ્રમ્પના સૌથી મજબૂત રાજકીય ઉત્તરાધિકારીઓમાં ગણવામાં આવે છે. તેમણે મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવારો માટે જોરદાર પ્રચાર કર્યો હતો અને રિપબ્લિકન નેશનલ કમિટીના ફંડ એકત્ર કરવાના પ્રમુખની જવાબદારી પણ સંભાળી રહ્યા હતા. પરંતુ પક્ષની આ મોટી હાર બાદ તેમની પોતાની રાજકીય સ્થિતિ પણ આસાન નથી રહી.

આ પણ વાંચોઃ ધનતેરસ પહેલાં શેરબજારમાં દિવાળી: સેન્સેક્સ 2009 પોઈન્ટ ઊછળ્યો, નિફ્ટી 24,500ને પાર

બીજી તરફ, વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ ટ્રમ્પ પછી રિપબ્લિકન પાર્ટીના સંભવિત નેતાઓમાં સામેલ છે. આ ઉપરાંત રોન ડિસેન્ટિસ અને ટેક્સાસના સીનેટર ટેડ ક્રૂઝના નામો પણ પક્ષના આગામી નેતૃત્વને લઈને ચર્ચામાં છે.

ટેડ ક્રૂઝે હારને ‘બ્લૂ સુનામી’ ગણાવી

ટેક્સાસના સીનેટર ટેડ ક્રૂઝ એ રિપબ્લિકન પાર્ટીની હારને ‘બ્લૂ સુનામી’ અને ‘વોટરગેટ સ્તરની અસ્વીકૃતિ’ ગણાવી છે. તેમણે કહ્યું કે પક્ષ એટલા માટે નથી હાર્યો કે તેના સમર્થકો વોટ આપવા ન નીકળ્યા, પરંતુ એટલા માટે હાર્યો કે અગાઉ રિપબ્લિકનને વોટ આપનારા મતદારો હવે ડેમોક્રેટ્સ તરફ વળી ગયા છે.

ટેડ ક્રૂઝએ મોંઘવારી, ભ્રષ્ટાચાર, ઈરાન સાથેનું યુદ્ધ અને ટેરિફને મતદારોની નારાજગીના મુખ્ય કારણો ગણાવ્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે ડેમોક્રેટ્સ પોતાની બહુમતીનો ઉપયોગ ટ્રમ્પ અને તેમના પ્રશાસન વિરુદ્ધ તપાસ, સમન અને મહાભિયોગની કાર્યવાહી માટે કરી શકે છે.

ટ્રમ્પ પછીની લડાઈ માટે તૈયાર થઈ રહ્યા છે નવા શક્તિ કેન્દ્રો

પક્ષમાં ચાલી રહેલી હલચલ માત્ર નેતાઓના નિવેદનો પૂરતી સીમિત નથી. પક્ષના કેટલાક વ્યુહરચનાકારો ટ્રમ્પની વિવાદાસ્પદ રાજકીય શૈલીથી અંતર જાળવવાની અને પરંપરાગત આર્થિક રૂઢિચુસ્તતા તરફ પાછા ફરવાની હિમાયત કરી રહ્યા છે.

દરમિયાન રોકબ્રિજ નેટવર્ક જેવા સંગઠનો ટ્રમ્પ પછી પણ MAGA (Make America Great Again) આંદોલનને જીવંત રાખવાની તૈયારી કરી રહ્યા છે. તેને કન્ઝર્વેટિવ વ્યુહરચનાકાર ક્રિઝ બુસ્કિર્ક દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે.

સંસદના બંને ગૃહોમાં ડેમોક્રેટ્સની બહુમતીથી વધશે મુશ્કેલીઓ

ટ્રમ્પ જાન્યુઆરી 2029 સુધી પ્રમુખ પદ પર રહેશે અને બંધારણ મુજબ તેઓ ત્રીજી વખત પ્રમુખ પદની ચૂંટણી લડી શકશે નહીં. પરંતુ જાન્યુઆરી 2027 થી યુએસ કોંગ્રેસના બંને ગૃહોમાં ડેમોક્રેટ્સની બહુમતી હશે. આનાથી ટ્રમ્પના વિધાયક એજન્ડા અને મહત્વની નિમણૂકો પર દેખરેખ વધી જશે.

આ ચૂંટણીએ રિપબ્લિકન પાર્ટી સામે બે રસ્તા મૂકી દીધા છે: પ્રથમ, ટ્રમ્પની રાષ્ટ્રવાદી રાજનીતિ પર ભરોસો જાળવી રાખવો અથવા બીજું, નવા નેતૃત્વ સાથે આગળ વધવું. વેન્સ, ક્રૂઝ, રૂબિયો અને ડિસેન્ટિસ જેવા નેતાઓની હાજરી દર્શાવે છે કે ટ્રમ્પ પછીની ખુરશી માટેનો મુકાબલો આસાન નહીં હોય.

Back to top button