ગુજરાતટોપ ન્યૂઝ

પશ્વિમ એશિયા સંકટ વચ્ચે ભારતને રાહત : 20 હજાર ટન એલપીજી લઈને ગુજરાતના કંડલા પોર્ટ પર પહોંચ્યું ટેન્કર ‘Symi’

પશ્વિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતની એનર્જી સુરક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. માર્શલ આઈલેન્ડ્સના ઝંડા વાળું એક મોટું એલપીટી ટેંકર ‘Symi’ લગભગ 20,000 ટન લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ લઈને ગુજરાતના કંડલા પોર્ટ પર પહોંચી ગયું છે. જ્યાં પાઈપ લાઈન દ્વારા એલપીજી કાઢવામાં આવી રહ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

અધિકારીઓએ જણાવ્યું કે, રવિવારે સવારે માર્શલ આઈલેન્ડ્સના ઝંડા વાળું એક મોટું એલપીજી ટેન્કર સિમી સુરક્ષિત ગુજરાતના કચ્છ સ્થિત કંડલા પોર્ટ પર પહોંચી ગયું છે. આ જહાજે પશ્વિમ એશિયા સંકટ વચ્ચે 12 મે 2026ના વધુ સંવેદનશીલ માનવામાં આવતા સ્ટ્રેસ ઓફ હોર્મુઝને પાર કર્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું કે, ઉર્જી સંકટના આ સમયમાં ટેંકરનું ભારતમાં પહોંચવું ઘરેલુ માર્કેટમાં એલપીજીની કિંમતો અને ઉપલબ્ધતાઓને સ્થિર બનાવવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાથે જ દેશમાં રસોઈ ગેસની જરુરીયાતને મોટી મજબૂતી મળશે. આ પહેલા માહિતી આપવામાં આવી હતી કે, ભારતના 15 જહાજોએ સુરક્ષિત રીતે સ્ટ્રેસ ઓફ હોર્મુઝને પાર કર્યું છે, જે ભારતની કૂટનીતિની વૈશ્વિક શક્તિ બતાવે છે.

 

આ પણ વાંચો :  ઈરાન હોર્મુઝમાંથી પસાર થતા જહાજો માટે લાગુ કરશે નવી સિસ્ટમ, જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન

Back to top button