નોકરાણીની ગંદી હરકત કેમેરામાં કેદ થઈ, રસોડામાં કામ કરતી વખતે ગ્લાસમાં પેશાબ કરી છંટકાવ કરતી

બિઝનૌર: ઉત્તર પ્રદેશના બિઝનૌર જિલ્લાના નગીનામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને ભલભલા ચોંકી જાય. અહીં એક મોટા વેપારી પરિવારના ઘરમાં કામ કરતી મહિલાની હરકતે પરિવારના લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. આ ઘટના કોઈ ચોરીની નથી, પણ રસોઈ ઘરમાં રાખેલા વાસણમાં પેશાબ છાંટવા જેવી ગંદી હરકતની છે. અહીં આખી ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દસ વર્ષથી કામ કરી રહી હતી મહિલા
શહેરના એક પ્રતિષ્ઠિત વેપારી પરિવારના ઘર પર આ મહિલા છેલ્લા દસ વર્ષથી ઘરેલૂ કામ કરી રહી હતી.આટલા લાંબા સમય સુધી એક જ પરિવાર સાથે કામ કરવાના કારણે તેના પર વિશ્વાસ હતો. ઘરની મહિલા સભ્યોએ તેના અજીબ વ્યવહારને ઘણી વાર અનુભવ કર્યો, પણ ઠોસ પૂરાવા ન હોવાના કારણે તેને કંઈ કહી શકતા નહોતા. તાજેતરમાં શંકાઓ વધવાના કારણે ઘરની મહિલાઓએ ચૂપચાપ રસોડામાં અને આજુબાજુના ભાગમાં સીસીટીવી કેમેરા પણ લગાવી દીધા. તેનો ઉદ્દેશ્ય ખાલી એ જાણવાનો હતો કે આખરે કામ કરનારી મહિલા કંઈ ગરબડ તો નથી કરતી ને?
કેમેરામાં ગંદી હરકત ઝડપાઈ
બપોરના સમયે જ્યારે મહિલા ઘરમાં કામ કરવા પહોંચી તો તે હંમેશાની માફક રસોઈમાં વાસણ ધોવા લાગી. આ દરમ્યાન કેમેરામાં જે દ્રશ્ય સામે આવ્યું, તેને જોઈ પરિવારના લોકો ચોંકી ગયા. વીડિયોમાં સ્પષ્ટ દેખાયું કે મહિલાએ પહેલા એક ગ્લાસમાં પેશાબ કર્યો અને પછી આ પેશાબ રસોઈમાં રાખેલા અન્ય વાસણ પર તેનો છંટકાવ કર્યો. આ ઘટના જોઈ પરિવારના લોકોએ તાત્કાલિક પોલીસને બોલાવી લીધી.
સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
આ ઘટનાનો વીડિયો ઘરના એક સભ્ય દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો. જોતજોતામાં આ વીડિયો વાયરલ થઈ ગયો. લોકો તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ તેને અમાનવીય હરકત ગણાવી રહ્યા છે, કોઈ તેને માનસિક વિકૃતિ સાથે જોડીને જોઈ રહ્યા છે.
પોલીસે ધરપકડ કરી
સાંજના સમયે જ્યારે મહિલા ફરી ઘરે કામ કરવા આવી તો પરિવારના સભ્યોએ મોકો જોઈને તેને પોલીસના હવાલે કરી દીધી. પોલીસ મહિલાને પોલીસ ચોકીએ લઈ જઈ તેની સાથે પૂછપરછ કરી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી છે, પણ તેણે આવું શું કામ કર્યું તે હજું સ્પષ્ટ થયું નથી.
આ પણ વાંચો: એશિયા કપ પહેલા રિન્કૂ સિંહે ધમાલ મચાવી, 225ની સ્ટ્રાઈકથી રન બનાવ્યા, વિસ્ફોટક બેટીંગથી સદી ફટકારી દીધી












