ખેડૂતનો SMS મળ્યો, પોલીસ વડાએ જમીન પરત અપાવી

અમરેલી 27 જુલાઈ 2025: અમરેલીના જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને એસએમસીના વડા અને અમરેલીના પૂર્વ એસપી નિર્લિપ્ત રાયે મેસેજ કર્યો. આ મેસેજ રાયને અમરેલીના ખેડૂતે પોતાની જમીન પર થયેલું દબાણ અને ગુંડાની ધાક ધમકીથી વાકેફ કરવા કર્યો હતો. મેસેજમાં લખ્યું હતું. સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, પાંચ લાખ માંગે છે.
ખેડૂતનો આ મેસેજ રાયે ખરાતને ફોરવર્ડ કર્યો અને તે મળતા જ તેમણે તાત્કાલીક કાર્યવાહી કરી ખેડૂતની 10 વિઘા જમીન પરત કરાવી. જો કે આરોપીએ ફરિયાદ ન નોંધાવવાનું જણાવ્યું હતું. આ ત્વરિત કામગીરી માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ખરાત અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ કેસમાં આરોપી શીવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઈ વીંછીયા 2020માં ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ (GUJCTOC) અધિનિયમ હેઠળના કેસમાં આરોપી છે. તેના નામે ખૂન, ખંડણી, ધાક-ધમકી, પચાવી પાડવા અને પ્રોહિબિશન સહિત કુલ 13 ગુનાઓ નોંધાયેલા છે.
આ પણ વાંચો: દ્વારકાના આ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, મહિલા અને કિન્નરની અટકાયત












