RCB vs CSK: બેંગ્લોરમાં આજે મુકાબલો, જાણો હેડ-ટુ-હેડ રેકોર્ડ!
RCB vs CSK: આઇપીએલ 2026માં Royal Challengers Bengaluru અને Chennai Super Kings વચ્ચેનો મુકાબલો ફરી એકવાર ક્રિકેટ પ્રેમીઓ માટે હાઇ-વોલ્ટેજ રોમાંચ લઈને આવી રહ્યો છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનાર આ મેચને લઈને બંને ટીમોના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જીત સાથે પોતાનો અભિયાન શરૂ કર્યો હતો. પ્રથમ મેચમાં તેમણે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી મજબૂત શરૂઆત કરી હતી. હવે બીજી મેચમાં તેઓ ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટક્કર આપવા તૈયાર છે. ટીમમાં વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીની હાજરી ટીમને વધુ મજબૂત બનાવે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બીજી તરફ ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ સીઝનની શરૂઆત સારી રહી નથી. ટીમે અત્યાર સુધીના બંને મેચોમાં હારનો સામનો કર્યો છે, જેના કારણે દબાણ વધી ગયું છે. કેપ્ટન Ruturaj Gaikwadની આગેવાની હેઠળ ટીમ પોતાની પ્રથમ જીત મેળવવા આતુર છે. સાથે જ MS Dhoniનો અનુભવ પણ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
જો હેડ-ટૂ-હેડ રેકોર્ડની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રભુત્વ સ્પષ્ટ જોવા મળે છે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ ૩૫ મેચ રમાઈ છે, જેમાંથી ૨૧માં ચેન્નઈએ જીત મેળવી છે, જ્યારે બેંગલુરુએ 13 મેચ જીતી છે અને એક મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. જોકે, છેલ્લા થોડા સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પોતાની પ્રદર્શન ક્ષમતા સુધારી છે અને કડક ટક્કર આપી છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે હંમેશા રસપ્રદ મુકાબલા જોવા મળે છે. અહીં બેંગલુરુએ 6 અને ચેન્નઈએ 5 મેચ જીતી છે, જે દર્શાવે છે કે મેદાન પર સ્પર્ધા ખૂબ જ કઠિન રહેવાની છે.
આ મેચમાં બંને ટીમો જીત માટે સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરશે, જેના કારણે દર્શકોને એક રોમાંચક મુકાબલો જોવા મળશે.
આ પણ વાંચો: શું કોઈ પાર્ટી પોતાના રાજ્યસભા સાંસદને પદથી હટાવી શકે? રાઘવ ચઢ્ઢા VS AAP વિવાદમાં શું કહે છે બંધારણ?












