રતન ટાટા સાથે દોસ્તીનું શાંતનુ નાયડૂને મળ્યું મોટું ઈનામ, હવે ટાટા મોટર્સમાં મોટો રોલ નિભાવશે

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2025: દિવંગત ભારતીય બિઝનેસમેન રતન ટાટાના માનીતા અને સહયોગી રહેલા શાંતનુ નાયડૂ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, તેમને ટાટા ગ્રુપે એક મોટી જવાબદારી આપતા ટાટા મોટર્સના જનરલ મેનેજર અને સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્સના હેડ બનાવ્યા છે. પછડાયાની માફક છેલ્લા સમય સુધી રતન ટાટા સાથે રહેનારા શાંતનુને તેમની દોસ્તીનું ઈનામ દિવંગત બિઝનેસમેને દુનિયાને અલવિદા કહીને ગયા હતા અને પોતાની વસીયતમાં શાંતનુ નાયડૂને પણ સામેલ કર્યા હતા. જો કે હવે શાંતનુને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
વસીયતમાં શાંતનુ માટે શું લખેલું હતું
રતન ટાટાનું નિધન ગત વર્ષે 9 ઓક્ટોબર 2024ના રોજ 86 વર્ષની ઉંમરે થયું હતું. તેમની અંતિમ યાત્રામાં શાંતનુ નાયડૂ સૌથી આગળ આગળ ચાલતો દેખાયો હતો. રતન ટાટાના નિધન બાદ જ્યારે તેમની વસિયત વિશે ખુલાસો થયો તો, તેમાં તેમના સૌથી નજીકના શાંતનુ નાયડૂનું પણ નામ હતું. રિપોર્ટ્સ અનુસાર, દોસ્તીનું ઈનામ આપતા રતન ટાટાએ પોતાની વસીયતમાં શાંતનુ દ્વારા લેવામાં આવેલી એજ્યુકેશન લોન માફ કરી દીધી હતી, તો વળી બીજી તરફ તેના સ્ટાર્ટઅપ ગુડફેલોઝમાં પોતાની ભાગીદારી છોડી દીધી હતી.
હવે ટાટા મોટર્સની કમાન સંભાળશે
વસીયતમાં મોટુ ઈનામ મળ્યા બાદ શાંતનુ નાયડૂને હવે મોટી જવાબદારી મળી છે. તેના વિશે તેણે ખુદ LinkedIin પોસ્ટમાં જાણકારી શેર કરી છે. તેમાં લખ્યું છે કે, મને એ જણાવતા ખુશી થઈ રહી છે કે હું ટાટા મોટર્સમાં જનરલ મેનેજર, હેડ, સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્સના પદ પર કામ શરુ કરી રહ્યો છું. મને યાદ છે જ્યારે મારા પિતા પોતાના સફેદ શર્ટ અને નેવી પેન્ટમાં ટાટા મોટર્સ પ્લાન્ટથી ઘરે આવતા હતા. અને હું બારેથી તેમની રાહ જોતો હતો. હવે આ આખું ચક્ર પુરુ થઈ ગયું છે.
આ પણ વાંચો: ગાઝાને કબજામાં લેશે અમેરિકા, ઈઝરાયલના પીએમ સાથે મુલાકાત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત












