ટ્રેન્ડિંગમનોરંજન

‘પુષ્પા-2’ના સેટ પરથી લીક થઈ રશ્મિકા મંદાનાની પહેલી ઝલક, દર્શકોને પસંદ પડી ‘શ્રીવલ્લી’

  • ‘પુષ્પા 2’ને લગતા કેટલાક અપડેટ્સ સામે આવતા રહે છે. આ દરમિયાન, ફિલ્મના સેટ પરથી રશ્મિકા મંદાનાની પહેલી ઝલક સામે આવી છે જેમાં તે પહેલી ફિલ્મની જેમ જ સુંદર લુકમાં જોવા મળી રહી છે.

20 માર્ચ, બુધવારઃ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન તેની લાસ્ટ બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’થી ચારેબાજુ છવાઈ ગયો છે. હવે અભિનેતા ફિલ્મ ‘પુષ્પા 2′ ના બીજા ભાગ માટે લાઈમલાઈટમાં છે. અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંદાનાની જોડી ફરી એકવાર આ ફિલ્મમાં જોવા મળશે, જેની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘પુષ્પા 2’ને લગતા કેટલાક અપડેટ્સ સામે આવતા રહે છે. આ દરમિયાન, ફિલ્મના સેટ પરથી રશ્મિકા મંદાનાની પહેલી ઝલક સામે આવી છે જેમાં તે પહેલી ફિલ્મની જેમ જ સુંદર લુકમાં જોવા મળી રહી છે.

‘શ્રીવલ્લી’ લુકમાં જોવા મળી રશ્મિકા

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેત્રી રશ્મિકા મંદાના ફિલ્મ ‘પુષ્પા’ની ‘શ્રીવલ્લી’ ગેટઅપમાં જોવા મળી રહી છે. વીડિયોમાં રશ્મિકાએ લાલ સાડી પહેરી છે અને વાળમાં ફૂલનો ગજરો લગાવ્યો છે. ઘણી બધી જ્વેલરીમાં અભિનેત્રીનો સાઉથ લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. તો શ્રીવલ્લીના લુકની આ ઝલક ચાહકોને દિવાના બનાવી રહી છે.

વીડિયોમાં તે ચારે બાજુથી સિક્યોરિટીથી ઘેરાયેલી જોવા મળી રહી છે. તે શૂટિંગ માટે સેટ પર જતી જોવા મળી રહી છે. ચાહકો પણ તેની એક ઝલક મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. સેટ પરથી રશ્મિકાની પહેલી ઝલક જોઈને ચાહકોની ફિલ્મ માટેની ઉત્સુકતા બમણી થઈ ગઈ છે. તો એક્ટ્રેસનો આ ફર્સ્ટ લુક ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

'પુષ્પા-2'ના સેટ પરથી લીક થઈ રશ્મિકા મંદાનાની પહેલી ઝલક, દર્શકોને પસંદ પડી 'શ્રીવલ્લી' hum dekhenge news

પુષ્પાઃ ધ રાઈઝ’ એ બનાવ્યો હતો રેકોર્ડ

વર્ષ 2021માં રીલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’એ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. તે વર્ષ 2021ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની હતી. આ ફિલ્મને પેન ઈન્ડિયા લેવલ પર રીલીઝ કરવામાં આવી હતી. હવે ‘પુષ્પા 2: ધ રૂલ’નું શૂટિંગ પણ ચાલી રહ્યું છે. ‘પુષ્પા 2’ આ વર્ષે 15 ઓગસ્ટે અનેક ભાષાઓમાં રીલીઝ થશે.

આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ અને દીકરી માલતી સાથે અયોધ્યા પહોંચી, જુઓ વીડિયો

Back to top button