Ram Mandir Dhwajarohan 2025: કેસરિયા ધર્મધ્વજનું શું છે ધાર્મિક મહત્ત્વ, 44 મિનિટનું શુભ મુહૂર્ત કેમ ખાસ છે?

અયોધ્યા, 25 નવેમ્બર 2025: આજે એ શુભ ઘડી આવી ગઈ છે જ્યારે શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર કેસરિયા રંગનો ધર્મધ્વજ લહેરાશે. મંદિરનું સંપૂર્ણ નિર્માણ પૂર્ણ થયા પછી આજે ધ્વજારોહણનો મહાઅનુષ્ઠાન યોજાઈ રહ્યો છે, જેને રામરાજ્યના વૈભવનું પ્રતીક માનવામાં આવે છે. આ ઐતિહાસિક ક્ષણ માટે અયોધ્યા નગરીને ભવ્ય રીતે સજાવવામાં આવી છે. રંગબેરંગી લાઇટોથી પ્રભુ રામની નગરી ઝગમગી રહી છે અને દરેક ચોક-ચોરાહો ધ્વજારોહણની ઉજવણીની સાક્ષી પૂરી પાડી રહ્યો છે. ગઈ રાત્રે મંદિરના શિખર પર પ્રભુ રામ અને માતા જાનકીનો લેસર શો થયો જેને જોઈને ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્તમંદિર પહોંચ્યા હતા, ત્યારબાદ શેષાવતાર મંદિરના દર્શન કર્યા હતા. બપોરે ૧૨ વાગ્યે તેઓ શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ભગવા ધ્વજ પોતે ફરકાવશે. શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ ખાસ પ્રસંગ માટે લાખો લોકોને આમંત્રણ આપ્યું છે અને વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
44 મિનિટનું શુભ મુહૂર્ત – આજે જ કેમ પસંદ કરાયો?
અયોધ્યાના સાધુ-સંતોના મતે, ત્રેતા યુગમાં ભગવાન રામ અને માતા જાનકીના વિવાહ માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ થયા હતા. આજે ૨૫ નવેમ્બર પણ એ જ વિવાહ પંચમી છે. હિન્દુ પંચાંગમાં આ તિથિને વર્ષની સૌથી શુભ વિવાહ તિથિ માનવામાં આવે છે. આજે બપોરે 12.01થી 12.45 સુધીના ૪૪ મિનિટના અભિજીત મુહૂર્તમાં ધ્વજારોહણ થશે, જેને અત્યંત શુભ અને દિવ્ય માનવામાં આવે છે.
રામ મંદિરનો ધ્વજ કેમ એટલો ખાસ છે?
- ધ્વજનો રંગ: કેસરિયો (ભગવો) – ત્યાગ, બલિદાન, વીરતા, ભક્તિ અને સત્યની વિજયનું પ્રતીક
- ધ્વજનું કદ: લંબાઈ 22 ફૂટ, પહોળાઈ 11 ફૂટ
- ધ્વજદંડની ઊંચાઈ: 42 ફૂટ
- શિખરની ઊંચાઈ: 161 ફૂટ
- ધ્વજ પર ત્રણ પવિત્ર ચિહ્નો:
- સૂર્ય – ભગવાન સૂર્યનું પ્રતીક (રઘુવંશના કુલદેવ)
- ઓમ – સનાતન ધર્મનો પ્રાચીન પવિત્ર મંત્ર
- કોવિદાર વૃક્ષ – પારિજાત અને મંદાર વૃક્ષના દિવ્ય સંયોગથી બનેલું વૃક્ષ (રઘુવંશની પરંપરામાં અત્યંત મહત્ત્વપૂર્ણ)
સનાતન પરંપરામાં કેસરિયો રંગ રઘુવંશના શાસનકાળમાં પણ વિશેષ સ્થાન ધરાવે છે. આ ધ્વજ ભગવાન રામના વૈભવ, પરાક્રમ, જ્ઞાન અને સમર્પણનું પ્રતીક છે.
આ પણ વાંચો : પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો હવાઈ હુમલો, 9 બાળકો સહિત 10 લોકોના મોત












