ટ્રેન્ડિંગનેશનલ

રાજા રવિ વર્માની પેઇન્ટિંગનો વર્લ્ડ રેકોર્ડ: ₹167 કરોડમાં સાયરસ પૂનાવાલાએ ખરીદી ‘યશોદા-કૃષ્ણ’ની તસવીર

Raja Ravi Varma Painting Sold for ₹167 Crore: ભારતીય ચિત્રકલાના ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્મા દ્વારા 1890ના દાયકામાં બનાવવામાં આવેલી ‘મા યશોદા અને તેમના લાડલા’ની અદભૂત પેઇન્ટિંગ સેફ્રોન આર્ટની હરાજીમાં રેકોર્ડબ્રેક ₹167 કરોડ ($17.9 કરોડ) માં વેચાઈ છે. આ સાથે જ આ પેઇન્ટિંગ ભારતીય કલા જગતની અત્યાર સુધીની સૌથી મોંઘી પેઇન્ટિંગ બની ગઈ છે.

સાયરસ પૂનાવાલાએ ખરીદી કલાકૃતિ

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અને એમડી સાયરસ એસ. પૂનાવાલાએ આ ઐતિહાસિક પેઇન્ટિંગ ખરીદી છે. તેમણે આ ખરીદીને પોતાનું સૌભાગ્ય ગણાવતા કહ્યું કે, “આ એક રાષ્ટ્રીય ધરોહર છે અને તે જનતાના દર્શન માટે ઉપલબ્ધ રહેશે.” આ પેઇન્ટિંગે ગત વર્ષે ₹118 કરોડમાં હરાજી થયેલી એમ.એફ. હુસૈનની તસવીરનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

શું છે પેઇન્ટિંગની વિશેષતા?

રાજા રવિ વર્માએ જ્યારે તેમનું કરિયર ટોચ પર હતું ત્યારે આ કૃતિ બનાવી હતી. પેઇન્ટિંગમાં:

  • મા યશોદા ગાયનું દૂધ દોહતા નજરે પડે છે.
  • બાલકૃષ્ણ (કનૈયા) તેમની માતાને વળગીને શાંત મુદ્રામાં ઉભા છે.
  • આ ચિત્રમાં ભારતીય પૌરાણિક વિષયોને તેલ ચિત્રો (Oil Paintings) દ્વારા જીવંત કરવામાં આવ્યા છે.

રાજા રવિ વર્મા: ભારતીય કલાના ભીષ્મ પિતામહ

1848માં કેરળના કિલીમાનૂરમાં જન્મેલા રાજા રવિ વર્માએ શકુંતલા, દ્રૌપદી, સીતા અને દમયંતી જેવા પૌરાણિક પાત્રોને નવી ઓળખ આપી હતી. ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારના સભ્ય ગૌરી પાર્વતીએ આ હરાજી પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “મારા પરદાદાને જે સન્માન મળવું જોઈતું હતું તે આજે મળી રહ્યું છે. એક સમયે તેમને ‘પોસ્ટર ચિત્રકાર’ કહીને ટીકા કરવામાં આવતી હતી, પરંતુ આજે તેમની કલા અને વારસાને વિશ્વ સ્તરે સન્માન મળી રહ્યું છે.”

આ પણ વાંચોઃ મુસ્તાફિઝુર રહેમાનનું KKRથી બહાર થવું દુર્ભાગ્ય, IPL ચેરમેને તોડી ચુપ્પી

આ પણ વાંચોઃ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 35 દેશોની બેઠક, બ્રિટને ભારતને આપ્યું આમંત્રણ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button