
Gujarat Floods : રાજ્યમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. સતત વરસી રહેલા વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. જેના કારણે લોકોની જીવનશૈલી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે અનેક રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર બાવળા પાસે પાણી વહેતા રૂટ ડાઈવર્ટ કરાયા છે. આ સાથે જ રાજ્યના 3 નેશનલ હાઈવે, 20 સ્ટેટ હાઈવે સહિત કુલ 648 રસ્તાઓ બંધ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આજે 180થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ
આજે રાજ્યના 180થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાવ-થરાદના દિયોદરમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે આજે વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ સહિત 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 7 જીલ્લામાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.
નવસારીમાં પૂરગ્રસ્તો માટે સહાય જાહેર
આ ઉપરાંત નવસારી જીલ્લાના પૂરગ્રસ્તો માટે સહાય જાહેર કરવામાં આવી છે. જેમાં પૂરગ્રસ્ત પરીવારોને ઘરવખરીના નુકસાન માટે રૂ. 6,800ની સહાય ચૂકવાશે. જેમાંથી રૂ. 1,800ની સહાય તાત્કાલિક અસરથી ચૂકવાશે. તેમજ પશુધનના નુકસાન માટે ગાય-ભેંસ દીઠ રૂ. 37,500 અને બકરી દીઠ રૂ.22,000ની સહાય ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો : રાજગઢમાં મોટી દુર્ઘટના : ઝડપી ગતિએ આવતી કાર તળાવમાં ખાબકી, 5ના મોત












