ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં ચોરી : બંધ મકાનમાંથી તસ્કરો રૂ.11.20 લાખની રોકડ-દાગીના ચોરી ફરાર

Gujarat News : અમદાવાદમાં આવેલ પ્રહલાદનગર વિસ્તારમાં આનંદનગર ફ્લેટમાં રહેતો પરિવાર ધાર્મિક પ્રસંગ માટે વતન ગયો હતો, તે દરમિયાન બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો 8.50 લાખ રૂપિયા રોકડા અને સોનાના દાગીના મળી કુલ 11.20 લાખ રૂપિયાની મતા ચોરીને ફરાર થયા છે. આ અંગે મકાન માલિકે પરત ફરીને આનંદનગર પોલીસમાં જાણ કરી હતી. અને અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પરિવાર વતનમાં ગયા હતા ત્યારે થઈ ચોરી

સમગ્ર ઘટના અનુસાર, આનંદનગર ફ્લેટના મકાન નંબર 205માં રહેતા ઘનશ્યામસિંહ દાયમા 24 ઓક્ટોબરના રોજ બપોરે પરિવાર સાથે વતન સિમેજ ખાતે માતાજીના પ્રસંગમાં ગયા હતા. 25મી ઓક્ટોબરના રોજ સાંજે જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં મળ્યો હતો. ઘરમાં તપાસ કરતા સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો અને કબાટ ખુલ્લો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કુલ 11.20 લાખની થઈ ચોરી

કબાટમાં તપાસ કરતા નવી ગાડી ખરીદવા માટે મકાન વેચાણ, ખેતી અને બચતના રાખેલા 8,50,000 રૂપિયા રોકડા, આશરે 3 તોલાની સોનાની લક્કી (કિંમત 2.50 લાખ રૂપિયા) તથા 20,000 રૂપિયાની કિંમતની સોનાની કાનની શેર ગાયબ હતી. આ ઉપરાંત તસ્કરો એક્સિસ બૅંકના લોકરની ચાવી પણ ચોરી ગયા હતા. આ મામલે ઘનશ્યામસિંહ દાયમાએ આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં દુષ્કાળ સહાય મુદ્દે ઘમાસાણ! 4 જિલ્લાને રાહત, 15 જિલ્લાના 45 તાલુકા બાકાત હોવાનો દાવો

Back to top button