
- કેટલાક વિસ્તારોમાં વાદળો ઘેરાતાં ખેડૂતો સતત ચિંતામાં
- લુણાવાડા તાલુકામાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો
- ખેડાના ગળતેશ્વર, ઠાસરા અને મહુધામાં 1 મીમીથી 19 મીમી જેટલો વરસાદ નોંધાયો
ગુજરાતનાં 9 જિલ્લાના 42 તાલુકામાં 1 મી.મી.થી સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં મહીસાગરના બાલાસિનોરમાં સવા ઈંચ, લૂણાવાડામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં પણ સવારે 10 વાગ્યાની આસપાસ ઝરમર છાંટા પડયાં હતા. રાજ્યના વિવિધ વિસ્તારમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત સાવધાન: હોર્મોન્સ કન્ટેન્ટને લગતી દવાઓ પણ બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે
કેટલાક વિસ્તારોમાં સતત વાદળો ઘેરાતાં ખેડૂતો સતત ચિંતામાં
અરબ સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસા જેવો માહોલ બન્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી રહ્યાં છે તો કેટલાક વિસ્તારોમાં વાદળો ઘેરાતાં ખેડૂતો સતત ચિંતામાં મુકાયાં છે. શનિવારે રાત્રે અને રવિવારે દિવસ દરમિયાન રાજ્યમાં ભરૂચ, મહિસાગર, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, સુરત, અરવલ્લી, દાહોદ અને ખેડા મળી કુલ 9 જિલ્લાઓના 42 તાલુકાઓમાં 1 મીમીથી સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં સવા ઈંચ જ્યારે લુણાવાડા તાલુકામાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ શહેરમાં પણ રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ ઝરમર છાંટા પડયાં હતાં.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં કાઉન્સિલ બોર્ડ બેઠક પણ બનશે પેપરલેસ
અંકલેશ્વર, વાગરા અને અમોદમાં 1 મીમીથી 9 મીમી જેટલો વરસાદ
સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા વરસાદી આંકડા મુજબ સૌથી વધુ વરસાદી માહોલ મધ્ય ગુજરાતમાં જોવા મળ્યો છે. મહિસાગર જિલ્લાની વાત કરીએ તો, બાલાસિનોર, લુણાવાડા, કડાણા, વીરપુર, ખાનપુર, સંતરામપુરા તાલુકામાં 2 મીમીથી લઈને સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય ભરૂચ જિલ્લાનાં ભરૂચ તાલુકામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અંકલેશ્વર, વાગરા અને અમોદમાં 1 મીમીથી 9 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદની આ બેંકના 84 ગ્રાહકોના લાખો રૂપિયા સાઈબર ઠગે ઉડાવી લીધા
ખેડાના ગળતેશ્વર, ઠાસરા અને મહુધામાં 1 મીમીથી 19 મીમી જેટલો વરસાદ નોંધાયો
ખેડાના ગળતેશ્વર, ઠાસરા અને મહુધામાં 1 મીમીથી 19 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. પંચમહાલના મોરવા હડફ, કાલોલ, ગોધરા, શહેરા અને ઘોંઘબામાં 1 મીમીથી અડધા ઈંચ જેટલો વરસાદી માહોલ રહ્યો હતો. આ સિવાય ભરૂચ અને આણંદ જિલ્લાના વિવિધ તાલુકામાં પણ ઝાપટાં પડયાં હતાં. ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠાના વિજયનગર, ખેડબ્રહ્મા, ઈડર, તલોદ, હિંમતનગર અને વડાલીમાં 1 મીમીથી અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લાનાં માલપુર, મેઘરજ, ભિલોડા, મોડાસા અને ધનસુરા તાલુકામાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળ્યો હતો.












