ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હવામાનમાં આવશે મોટો પલટો: 15 જિલ્લામાં વરસાદનું એલર્ટ, જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી

India Weather today: દેશભરમાં ઉનાળાનો પ્રકોપ ધીમે ધીમે વર્તાઈ રહ્યો છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના રાજ્યોમાં તાપમાન વધી રહ્યું છે. ગરમીના કારણે લોકો માટે દિવસ દરમિયાન બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. જોકે, હવામાન વિભાગે ગરમીથી થોડી રાહતનો સંકેત આપ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મોટાભાગના રાજ્યોમાં વરસાદની અપેક્ષા છે. વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો થશે, જેનાથી ગરમીથી રાહત મળશે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન, અંબાલાલ પટેલની આગાહી જોઈ લો

ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. તેમણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરી છે. જેના કારણે ગુજરાતના સામાન્ય માણસને તો રાહત લાગશે, પરંતુ જગતના તાત એવા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ જશે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 20મી તારીખ સુધીમાં તો ધીરે ધીરે ગરમી વધશે અને કોઈક કોઈક ભાગમાં તો 44 ડિગ્રી સુધી પણ ગરમી આંબી શકે છે.

અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે તારીખ 14થી 18માં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે. જેની અસર ગુજરાતના ભાગો ઉપર પડવાની શક્યતા છે. 16થી 22 માર્ચમાં એક મધ્યમ કક્ષાનો વિક્ષેપ આવતા તેની અસર ગુજરાતના ભાગો ઉપર થવાની શક્યતા છે. દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે.

આ સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. ગરમીની સાથે પશ્ચિમી વિક્ષેપ આવે ત્યારે કરા પડવાની શક્યતા રહેતી હોય છે. જેથી ગુજરાતમાં આ તારીખોમાં હવામાનમાં પલટા સાથે કરા પડવાની શક્યતા છે. 16થી 20 માર્ચ અને 28 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં દેશ સહિત ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. 28મી માર્ચથી એપ્રિલની શરૂઆતમાં પણ પશ્ચિમી વિક્ષેપ આવશે, એટલે કહી શકાય કે, 15મી માર્ચ બાદ ગુજરાત સહિત દેશના હવામાનમાં પલટો આવી શકે છે. 16થી 28 માર્ચ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડશે.

દિલ્હી-એનસીઆરમાં ગરમીથી રાહત

હવામાન વિભાગે જણાવ્યું છે કે 14 માર્ચથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. આના કારણે દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. 15 માર્ચે દિલ્હી-એનસીઆરમાં આકાશ વાદળછાયું રહેશે. આ સમયગાળા દરમિયાન, દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત સમગ્ર એનસીઆરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. 17 માર્ચ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. સવારે અથવા બપોરે વાવાઝોડા સાથે હળવો વરસાદ શક્ય છે. બપોરે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જોકે, આજે પણ આકાશમાં હળવા વાદળો દેખાઈ શકે છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદની ચેતવણી

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદ અંગે પણ ચેતવણી જારી કરી છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો, 15 અને 16 માર્ચે વાવાઝોડા સાથે હળવો વરસાદ પણ શક્ય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં વરસાદની સાથે, કેટલાક વિસ્તારોમાં વીજળી અને જોરદાર પવન ફૂંકવાની પણ શક્યતા છે. બિહારમાં, હવામાન વિભાગે વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. બિહારમાં 15 માર્ચ પછી વરસાદ શરૂ થવાની ધારણા છે અને 17 માર્ચ સુધી ચાલુ રહેવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન જોરદાર પવન પણ ચાલી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો

આ રાજ્યોમાં પણ વરસાદની શક્યતા છે

અન્ય રાજ્યોની વાત કરીએ તો, હવામાન વિભાગે 15 થી 18 માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવા વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. આજે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર, અહીં 15 માર્ચ સુધી વરસાદ ચાલુ રહેશે. છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં પણ વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી છે. હવામાન વિભાગે ખેડૂતોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: અમેરિકામાં મહાકૌભાંડ: ભારતીય મૂળના બે ભાઈઓને 835 વર્ષની સજા, જાણો શું છે આખો મામલો

Back to top button