અમદાવાદ થઈને દોડતી 6 ટ્રેનો એક્સપ્રેસ બનશે, ટિકિટ ભાડામાં 75 રૂપિયા સુધીનો થશે ઘટાડો

6 Superfast Trains Converted to Express Gujarat : રેલવે પ્રશાસને જાન્યુઆરી 2027 થી અમદાવાદ સહિત રાજ્યમાંથી પસાર થતી 6 સુપરફાસ્ટ ટ્રેનોને સામાન્ય એક્સપ્રેસ શ્રેણીમાં ફેરવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ ફેરફારથી મુસાફરોને ટિકિટ દીઠ 15 રૂપિયાથી 75 રૂપિયા સુધીનો સીધો આર્થિક ફાયદો થશે. જોધપુર-હડપસર સુપરફાસ્ટ એક્સપ્રેસ સહિતની ટ્રેનો પર લાગતો સુપરફાસ્ટ સરચાર્જ નાબૂદ કરવામાં આવશે અને તે નવા નંબર સાથે દોડશે. આ નિર્ણયથી રોજિંદા મુસાફરી કરતા હજારો મુસાફરોને સસ્તા ભાડાનો લાભ મળશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટિકિટ દીઠ 15 રૂપિયાથી 75 રૂપિયા સુધી ભાડું ઘટશે
સુપરફાસ્ટ કેટેગરીમાંથી સામાન્ય એક્સપ્રેસ કેટેગરી થવાથી વધારાનો સુપરફાસ્ટ ચાર્જ હવેથી નહીં લેવાય:
-
General / Second Sitting (2S): ટિકિટ દીઠ 15 રૂપિયાનો ઘટાડો
-
Sleeper Class: ટિકિટ દીઠ 30 રૂપિયાનો ઘટાડો
-
AC Chair Car અને 3rd AC: ટિકિટ દીઠ 45 રૂપિયાનો ઘટાડો
-
2nd AC અને 1st AC: ટિકિટ દીઠ 75 રૂપિયાનો ઘટાડો
આ પણ વાંચોઃ 61મા બર્થડે પર કિંગ ખાનનું સરપ્રાઇઝ, મન્નતની બાલ્કનીમાંથી ફેન્સ પર વરસાવ્યો પ્રેમ!
અમદાવાદ થઈને દોડતી જોધપુર-હડપસરમાં 3 જાન્યુઆરીથી ભાડું ઘટશે
અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન થઈને મહારાષ્ટ્ર તરફ દોડતી ગાડી સંખ્યા 20495/20496 જોધપુર-હડપસર-જોધપુર દૈનિક સુપરફાસ્ટ એક્સપ્રેસ 3 January 2027 થી નવા નંબર 14809/14810 સાથે એક્સપ્રેસ સેવા તરીકે દોડશે. આ ફેરફારથી અમદાવાદ સહિત આ રૂટના હજારો મુસાફરોને સસ્તા ભાડાનો સીધો લાભ મળશે. જોકે, આ ટ્રેનના સંચાલન સમય, વર્તમાન સ્ટોપેજ કે રૂટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
1 જાન્યુઆરીથી પશ્ચિમ રેલવેની 4 ટ્રેનોના નંબર અને ભાડા બદલાશે
પશ્ચિમ રેલવે દ્વારા 1 જાન્યુઆરી 2027 થી નીચે મુજબની ટ્રેનોને એક્સપ્રેસ તરીકે નવા નંબરે દોડાવવામાં આવશે:
-
ટ્રેન નં. 12927 (દાદર – એકતાનગર): નવો નંબર 19067 થશે
-
ટ્રેન નં. 12928 (એકતાનગર – દાદર): નવો નંબર 19068 થશે
-
ટ્રેન નં. 20959 (વલસાડ – વડનગર): નવો નંબર 19059 થશે
-
ટ્રેન નં. 20960 (વડનગર – વલસાડ): નવો નંબર 19060 થશે
આ પણ વાંચોઃ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે હવે વનડેનો જંગ! 5 મેચની શ્રેણી માટે શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ











