ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં જ્યાં પાણીપુરી બને છે એ જોઈ લેશો તો ક્યારેય ખાવાનું નામ જ નહીં લો!

– પાણીપુરી બનાવવા માટે સડેલા ચણા-બટાટા, કાળું તેલ અને ગંદા પાણીનો ઉપયોગ
– પાણીપુરી ખાતા પહેલા અમદાવાદીઓ ચેતી જજો

અમદાવાદમાં હાલ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ખાવાના શોખીન વધી રહ્યા છે ત્યારે બીજી બાજુ બહારનું ખાવાથી બિમારીના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસો વધારો થતાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા જમાલપુર અને બહેરામપુરા વિસ્તારમાં આવેલા કેલિકો મિલ કમ્પાઉન્ડમાં 20થી 25 જેટલા પાણીપૂરીના ઉત્પાદકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડા દરમિયાન અધિકારીઓ પણ દ્રશ્યો જોઈને ચોંકી ઊઠ્યા હતા.

પાણીપૂરીના મસાલા માટે સડેલા ચણા-બટાટા, પૂરી તળવા માટે વપરાતું કાળું તેલ અને ગંદી કુંડીઓ કે ડસ્ટબિન જેવા પીપડામાંથી ભરાતા પાણીનો વ્યાપક ઉપયોગ થતો હોય છે. ગંદકીના સામ્રાજ્ય અને દુર્ગંધ મારતી જગ્યાઓ વચ્ચે તૈયાર થતી આ પાણીપૂરીના કારણે અમદાવાદીઓના સ્વાસ્થ્ય સામે ટાઈફોઈડ અને અન્ય પાણીજન્ય રોગોનું ગંભીર જોખમ ઊભું થયું હોવાથી આરોગ્ય વિભાગે વિવિધ સ્થળોએથી સેમ્પલ લઈ કડક કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદમાં પણ ટાઈફોઈડ સહિતના પાણીજન્ય રોગોમાં વધારો ન થાય તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીપુરી અને અન્ય ખાણીપીણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. બહેરામપુરા વિસ્તારના મિલ કમ્પાઉન્ડમાં પાણીપુરીના ઉત્પાદકો અને વિક્રેતાઓના ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.

Back to top button