મોદીએ દેશ વેચી નાખ્યો….INDIA-US ટ્રેડ ડીલ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટ્રેડ ડીલને લઈને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કડક પ્રહાર કર્યો છે. તેમણે મંગળવાર (2 ફેબ્રુઆરી 2026)ના રોજ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણ છે અને તેઓ કમ્પ્રોમાઇઝ્ડ થઈ ગયા છે, જેના કારણે તેમણે અમેરિકા સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને આ વેપાર સમજૂતી દ્વારા દેશને વેચી નાખ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે વડાપ્રધાન પોતાની છબી ખરડાઈ ન જાય તે ભયથી ડરી રહ્યા છે અને તેથી આ પ્રકારના નિર્ણયો લઈ રહ્યા છે.
પીએમ મોદી ભારે દબાણ હેઠળ છે: રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “કોઈ કારણોસર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરાર પર હસ્તાક્ષર કર્યા. વડા પ્રધાન મોદી ભારે દબાણ હેઠળ છે. તેમને ડર છે કે હજારો કરોડ રૂપિયાના ખર્ચે બનેલી તેમની છબી તૂટી શકે છે. વાસ્તવિક સમસ્યા નરવણેનું નિવેદન નથી; તે સાઈડ શો છે. મોટી વાત એ છે કે ભારતના વડા પ્રધાન કમ્પ્રોમાઇઝ્ડ થઈ ચૂક્યા છે. જે ટ્રેડ ડીલ છેલ્લા ચાર મહિનાથી અટકેલી હતી, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર ગઈકાલે સાંજે તે ટ્રેડ ડીલ પર સહી કરી દેવામાં આવી.
સરકારે ખેડૂતોનું લોહી અને પરસેવો વેચી દીધો: રાહુલ ગાંધી
તેમણે દાવો કર્યો, “પ્રધાનમંત્રીને કોણે કંપ્રોમાઇઝ કર્યા છે અને કેવી રીતે કર્યા છે, એ દેશની જનતાએ વિચારવું જોઈએ. દેશના ખેડૂતોએ એ સમજવું જોઈએ કે આ સમજૂતીમાં તમારી મહેનત અને લોહી-પસીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેચી દીધો છે. તેમણે માત્ર તમને નહીં, પરંતુ સમગ્ર દેશને વેચી નાખ્યો છે.” રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેમને લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ પર તેમને બોલવા દેવામાં આવી રહ્યા નથી.
PM Modi is Compromised.
PM is too afraid to let me speak in Parliament about Naravane, Epstein Files and how he has surrendered on Tariffs. pic.twitter.com/V1J6yxZDM2
— Rahul Gandhi (@RahulGandhi) February 3, 2026
અમેરિકી કૃષિ સચિવના નિવેદન પર કોંગ્રેસ ગુસ્સે
અમેરિકી કૃષિ સચિવ બ્રુક રોલિન્સના નિવેદનને ટાંકીને કોંગ્રેસે કેન્દ્ર સરકારની ટીકા કરી. રોલિન્સે કહ્યું, “હવે, અમેરિકન ખેડૂતોના ઉત્પાદનો ભારતીય બજારમાં વેચાશે. આનાથી ગ્રામીણ અમેરિકામાં પૈસા આવશે. ભારતીય બજાર અમેરિકન ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે. ટ્રમ્પે આ સોદાથી અમેરિકન ખેડૂતોને ફાયદો કરાવ્યો છે.” કોંગ્રેસે તેમના નિવેદનને ભારત માટે અત્યંત ચિંતાજનક ગણાવ્યું.
ભારતીય ખેડૂતોને નુકસાન થશે: કોંગ્રેસ
કોંગ્રેસે કહ્યું, “અમેરિકન કૃષિ મંત્રીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે મોદી સરકારે ભારતીય ખેડૂતોના હિતોને અવગણીને આ સોદો કર્યો છે. આનાથી ભારતીય ખેડૂતોને નુકસાન થશે. હવે તેમને તેમના જ દેશમાં અમેરિકન ખેડૂતો સાથે સ્પર્ધા કરવી પડશે. આ ભારતીય ખેડૂતો પર સ્પષ્ટ હુમલો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જોઈએ કે તેમણે ભારતીય ખેડૂતોના હિત સાથે કેમ સમાધાન કર્યું.”
આ પણ વાંચો: દેશના કરોડો ખેડૂતો માટે કાળો દિવસ… AAP સાંસદ સંજય સિંહે ભારત-અમેરિકા વેપાર સોદા પર ઉઠાવ્યા સવાલ












