રાહુલ ગાંધીએ પૂરાવા સાથે વોટ ચોરીની પોલ ખોલી નાખી, ચૂંટણી પંચ પર લાગ્યા ગંભીર આરોપ

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર 2025: રાહુલ ગાંધીએ કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર વોટ ચોરો સાથે વાત કરી રહ્યા છે. તેના એવા પૂરાવા છે, જેને ફગાવી દેવાય નહીં. આ પૂરાવા બ્લેક એન્ડ વાઈટ છે. અમારી પાસે પ્રમાણ છે કે આખા દેશમાં અલ્પસંખ્યક, દલિતો, આદિવાસીઓ અને ઓબીસી વર્ગના લાખો વોટ હટાવી દેવામાં આવે છએ, આવું એટલા માટે જેથી વિપક્ષના વોટ ઓછો થઈ શકે. કર્ણાટકની આલંદ વિધાનસભા સીટનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અહીં 2023ની વિધાનસભા ચૂંટણીમાં 6018 વોટ ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો. આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે એક શખ્સે જોયું કે તેના અંકલનો વોટ ડિલીટ થયો છે. તેમણે જ્યારે બીએલઓ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે મને નથી ખબર કે કેવી રીતે વોટ ડિલીટ થયા.
રાહુલ ગાંધીએ કહ્યું કે બીજા રાજ્યોના મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા ઓનલાઈન ફોર્મ જમા કર્યા છે. રાહુલ ગાંધીએ ગોદા બાઈ નામની એક મહિલાનું પણ ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે તેમનો મત ડિલીટ થયો છે, પણ જાણી નથી શકાયું કે આવું કેવી રીતે થયું. એક અન્ય શખ્સ સૂર્યકાંતના નામ પર 12 લોકોના નામ ડિલીટ કરાવવાનું પણ ઉદાહરણ આપ્યું છે. આ ઉપરાંત એક અન્ય ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે ખાલી 36 સેકન્ડની અંદર બે ફોર્મ ભરી દીધા. આખરે આ કેવી રીતે શક્ય છે કે બે ફોર્મ ખાલી આટલા ટાઈમમાં ભરી દેવામાં આવે. આ ઉપરાંત આ સમય પણ સવારનો 7 વાગ્યેને 7 મિનિટનો હોય છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સેંટ્રલાઈઝ્ડ રીતે થયું છે. ઓટોમેટેડ વસ્તુઓનો ઉપયોગ કરતા લોકોના નામ હટાવી દેવામાં આવે છે. મોટા પાયે આવું થયું છે. કોઈ એક વ્યક્તિ અથવા તો બીએલઓના સ્તર પર આવું નથી થયું. રાહુલ ગાંધીએ કહ્યું કે, આવું 10 બૂથોથી પણ વધારે વોટ કાપ્યા, જ્યાં કોંગ્રેસે 2018માં જીત પ્રાપ્ત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, કર્ણાટક સીઆઈડીએ 18 મહિનામાં 18 લેટર મોકલ્યા છે, પણ કોઈ જવાબ મળ્યો નથી. સીઆઈડીએ પૂછ્યું કે તે આઈપી એડ્રેસ આપવામાં આવે, જ્યાંથી આ ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત ડિવાઈસનું લોકેશન અને ઓટીપી ટ્રેલ પણ આપવામાં આવે. જો કે આ અંગે ચૂંટણી પંચે કોઈ જવાબ આપ્યો નથી.
આ પણ વાંચો: સેલ્ફીના ચક્કરમાં જીવ સાથે જોખમ: મહેસાણાનો યુવક માઉન્ટ આબુમાં 150 ફુટ ઊંડી ખીણમાં ખાબક્યો












