અભિજીત દીપકેના ફંડિંગ પર સવાલ; ચૂંટણી પંચ સમક્ષ તપાસની ઉઠી માંગ

Question on Abhijeet Deepke’s funding : જંતર-મંતર પર વિદ્યાર્થીઓના આંદોલન બાદ હવે CJPના સ્થાપક અભિજીત દીપકે નવા વિવાદમાં સપડાયા છે. તેમની સંસ્થાના લીગલ ડિફેન્સ ફંડ અને આર્થિક વ્યવહારો અંગે પ્રશ્નો ઉઠતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના સુરતના RTI કાર્યકર અમિત તિવારીએ ભારતીય ચૂંટણી પંચ (ECI) અને કેન્દ્રીય GST વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલાની તપાસ કરવાની માંગ કરી છે.
લીગલ ડિફેન્સ ફંડ અંગે ઉઠ્યા પ્રશ્નો
રજૂઆતમાં CJP દ્વારા એકત્ર કરાયેલા લીગલ ડિફેન્સ ફંડના સ્ત્રોત અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદમાં ફંડિંગ પ્રક્રિયાની પારદર્શિતા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
પરિવારની આર્થિક સ્થિતિ અંગે પણ તપાસ કરાઈ
રજુઆતમાં એવો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે અભિજીત દીપકેના પિતા નિવૃત્ત કર્મચારી હોવા છતાં અભિજીતને અમેરિકા અભ્યાસ માટે મોકલવા માટે જરૂરી નાણાં ક્યાંથી આવ્યા તેની પણ તપાસ થવી જોઈએ. આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી અને સંબંધિત એજન્સીઓ તરફથી કોઈ અંતિમ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
ચૂંટણી પંચ અને GST વિભાગને પત્ર
RTI કાર્યકર અમિત તિવારીએ ભારતીય ચૂંટણી પંચ અને કેન્દ્રીય GST બોર્ડને પત્ર લખીને સમગ્ર નાણાકીય વ્યવહારોની સ્વતંત્ર તપાસ કરવાની માંગ કરી છે. જો તપાસ શરૂ થશે તો સંબંધિત દસ્તાવેજો અને નાણાકીય લેવડદેવડની પણ ચકાસણી થઈ શકે છે.
હજુ સુધી સત્તાવાર પ્રતિક્રિયા નથી
આ મામલે અભિજીત દીપકે અથવા CJP તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. તપાસની માંગ કરવામાં આવી છે, પરંતુ સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો : અમેરિકાના શોપિંગ સેન્ટરમાં અંધાધૂંધ ફાયરિંગ; ત્રણના મોત અનેક ઘાયલ












